| આરતી |
|
|
|
|
આરતી વાણી જેને સાથે પરણી છે તે પરબ્રહ્મની આરતી કરે છે જેને જેવા ગુરુ મળે તેને તેવી સૂઝ પડે છે. અહીં અધ્યારુજીને પદ્મનાભ ભગવાન જેવા ગુરુ મળ્યા છે. તેથી વાણીને પરબ્રહ્મ સાથે પરણાવવાનો સાચો માર્ગ મળ્યો છે. હવે આવા પરબ્રહ્મ જેવા પતિને પામેલી વાણી; તેમના પ્રેમમાં રત તલ્લીન બની છે. પ્રેમાવસ્થામાં આવેલી વાણી; પતિ માટે આસક્તિ વ્યક્ત કરવા આરતી કરે છે. આરતીમાં પોતાના અંતરનાં ભાવોના ઉદ્વેગને રજૂ કરવામાં આવે છે. આવા ભાવને રજૂ કરવા માટે કોઈનેય ક્યારે પણ દીવાની કે ઘંટડીની જરૂર પડતી નથી. ભક્તોના પ્રકારનું પૃથક્કરણ કરતાં ચાર પ્રકારના ભક્તો ગણાવ્યા છે. અર્થાર્થી, આર્ત, જીજ્ઞાસુ અને જ્ઞાની આમાં કોઈ પણ પ્રકારના ભક્તને ભક્તિ કરવા માટે દીવાની કે ઘંટડીની જરૂર હોતી નથી. કીર્તન, ભક્તિ કરનાર ભક્ત કાંસી, મૃદંગ, તંબૂરો, મંજીરા, ખંજરી, વિગેરે રાખે, તે તેના આવેશને પ્રોત્સાહન આપનાર છે. પણ ભાડૂતી કીર્તનિયાઓ તો દેખાવ કરનાર નટ જેવા હોય છે. કીર્તન તો ભગવાનની કીર્તિ ગુણાનુવાદ ગાનને કહેવાય. नाम लीला गुणादिनाम उच्चैर्भाषातु कीर्तनम् | નામ, લીલા, ગુણને મોટેથી બોલવાં તે સંકીર્તન. સંકીર્તન શબ્દ પરથી કીર્તન શબ્દ બન્યો છે. તેનો અર્થ છે અવાજથી કહેવું. बहुर्भिर्मीलित्वा कीर्तनं संकीर्तनमित्युच्यते | બહુ જનો ભેગા મળીને જે કીર્તન કરે તેને સંકીર્તન એવું કહેવાય છે. કીર્તનમાં ભગવાન ઉદ્ધવ, હનુમાન વિગેરે મુખ્ય ભક્તો પધારે છે. કીર્તનમાં કે આરતીમાં દીવાની કે ઘંટડીની જરૂર નથી. ભગવાનને યોગી લોકો હૃદયકમળમાં અંગૂઠાના આકાર જેવો, જેમ દીવાની જ્યોત વાંકી હોય છે તેવો ગણીને, તેનું ધ્યાન ધરે છે. આ યોગીઓને દીવાની જરૂર નથી, તેથી અધ્યારુજી કહે છે. एक विशेषे जाणिये | ने दिपवंत आकार || દીવાની જ્યોત જેવા આકારવાળા ભગવાનની આ એક ખાસ ભાવના છે એવું સમજવું પણ દીવાના પત્રમાં ઘી અને દીવેટ દ્વારા પ્રકાશની ભાવનાને સરળ રીતે મનમાંથી કાઢી નાખવી. અધ્યારુજી તથા પદ્મનાભ મૂર્તિપૂજાને માનતા નથી - “હરિ અમૂરત ધ્યાઈએ” એવું હિંદોલામાં કહે છે. માટે આરતીને દીવો પ્રગટાવીને કરવી પડે એવું તેમણે માટે જરૂરી નહોતું. માટે જ આપણે આરતી ઉતારતા નથી કારણ કે આપણી સમક્ષ કોઈ દેવ-દેવી કે ભગવાનની મૂર્તિ નથી. તેથી આપણે આરતી ગાઈએ છીએ. વળી ભગવાન માટે આરત, આતુરતાને ઉતારવાની ન હોય. યાને તેને દિલમાંથી મટાડી દેવાની ન હોય તો તેની નજર ઉતારવી પડે છે તેથી તે નજરની અસરનું દુઃખ ટળી જાય. પણ આપણે કંઈ ભગવાન માટેની આરતને ઉતારી દેવા માગતા નથી. અને જેઓ નજર ઉતારે છે તેઓ મરચાં લીંબુ કે એવી કોઈ ચીજને જેને નજર લગી હોય તેની આસપાસ ત્રણવાર ફેરવીને તે મરચા વિગેરેને ચોરે ચોંટે નાખી આવે છે. તેવી જ પ્રથા આરતીમાં પણ જોવા મળે છે. દીવાને ભગવાનની મૂર્તિ સમક્ષ ત્રણ વર ફેરવીને ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. પણ સાચું સમજીએ તો આરતી ઉતારીએ છીએ તે ઓમકારનું સ્વરૂપ છે. માટે આપણા ધ્યેયને માટે તે પ્રતિકૂળ છે, તેથી આરતી ઉતારવી એ તો સદગુરુના આદેશનું ઉલ્લંઘન છે. આપણે તો માનસિક ભાવોને વ્યક્ત કરીને આરતી કરીએ છીએ. માટે આપણે આરતી ભણાવી એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. અહીં અધ્યારુજી; ભગવાન પદ્મનાભજીની સમક્ષ આ આરતી ભણે છે, તેમાં પદ્મનાભજીના વિષે તેમના અંતરની ભાવનાઓ વ્યક્ત કરે છે. દાસ કબીરજી કહે છે : कबीर ऋतुवती आरत करै | राम सनेही आव || દાસ કબીરજી કહે છે ઋતુકાળ (રજોદર્શન પછી સોળ દિવસ વિત્યા ન હોય અને જે ગર્ભાધાનને યોગ્ય હોય તેવી સ્ત્રી) આવ્યો હોય એવી પ્રેમાવસ્થાવાળી સ્ત્રી ઉત્સુકતા, આતુરતા કરે છે, કે હે મારા પ્રેમી તમે આવી જાવ. આવી આસક્તિ કરવાથી જો સ્વામી મળે તો વિરહિણીનું મોટું ભાગ્ય ગણાય. कबीर ऋतुवती आरत करै | दरसन दो मेरे राम || દાસ કબીરજી કહે છે, ઋતુવતી, પ્રેમાવસ્થાવાળી સ્ત્રી એવી આતુરતા કરે છે કે હે મારા સ્વામી ! તમે મને તમારાં દર્શન પણ આપો અને સ્વાતિ નક્ષત્રમાં જેમ વરસાદનું બુંદ પડે છે તેમ તમે મારામાં તમારું બુંદ નાખો, ગર્ભાધાન કરાવો તો રોચક ઠંડકનો વિસામો મળે. આરતીની અંદર આવી ભાવના હોય છે તે ભાવનામાં બીજા દીવા દીવેટની માધ્યમતાની જરૂર હોતી નથી. એનું નામ સાચી આરતી. આ આરતીમાં પ્રેમની જ્યોત હોય છે. આ પ્રેમ-લક્ષણા ભક્તિ છે. दीपक प्रगटयो जीवणा | जब दर्शन पायो संत || જીવણદાસજી મહારાજ કહે છે, જ્યારે સંતનાં દર્શન થાય છે ત્યારે પ્રેમભક્તિનો પ્રકાશ પાડે તેવો અનેરો ભાવાત્મક દીવો પ્રગટ થાય છે. અને જેમ સૂર્યોદય થવાથી અંધકાર જતો રહે છે તેમ આપણાં અનંત દુષ્કર્મો પણ કપાય છે. जित जुलाहो प्रगटयो | कियो नाम प्रकाश || જીવણદાસજી મહારાજ કહે છે, વણકર કબીર રૂપી (સંત સ્વરૂપે ભગવાનનું) તેજ પ્રગટયું અને ભગવદ નામ રૂપી પ્રકાશ થયો તેમણે વેદોનું (કર્મકાંડ સિવાયના વેદના ભાગનું) મંથન કરીને (ભગવદ નામ રૂપી) માખણ તત્વ છલકપટ સિવાયની ભક્તિથી) લઈ લીધું અને બધા પંડિતોએ ખટદર્શન, ખટ કર્મ, ખટ શાસ્ત્ર, કર્મકાંડ ઈત્યાદિ રૂપી છાશ પીધી. આધુનિક સમયની આરતી તો પૈસા ઉઘરાવવાની ભાવનાથી લોકો ઉતારે છે તેવી આરતી આપણી નથી. આપણી આરતી તો ભગવદ પ્રેમની આરતી છે.
Uda Bhakt Samaj परब्रह्म पद्मनाभ पुरुषोत्तम पढे नहि ए | हरि अविगत गोविंद चंत | सार करो श्रीपति धणी ए | हरि चतुर्भुज श्यामलवरण | शारंगधर सोहामणो ए || कबीर चार भुजाके दरसके | अटकी रहे सब संत || व्यास वृंदावनके रुखका | मरम न जाने कोय || हरि निरंजन निराकार | निष्कलंक पुरुष आराहीए ए || हरि सेवो समरथ सार | पार जेहनो कोई नव लहे ए || हरि माधव मुकुंद मोरार | महाव देव सोहामणो ए || सदा शारंगधर सुविचार | पारलो कहानैया आत्मा ए || जिवडो मोह्यो छे कल्पना मांहे | कलि काले जिव झंपियो ए || सदा वैष्णव मन रे उछाह | आनंद अंगे उलट इ || हरिनो वरत्यो जय जय कार | सार बोल हवे सुमधुरुं ए || बाप घेर घेर वैंकुठवास | दास तमारा विनवे ए || || ઈતિ શ્રી આરતી સંપૂર્ણ || પૂજ્ય યદુનાથ મહારાજે આરતીનો સાર નીચે પ્રમાણે લખ્યો છે. પૂ. યદુનાથે વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરતાં આરતીના પદનું વિશ્લેષણ નીચે પ્રમાણે કર્યું છે. પ્રણામ હે પ્રભુ, સૃષ્ટિનું મૂળ કારણ, જેનો આરંભ કે અંત નથી એવા અનેક પ્રકારનો તું છે. તારું તત્વ દરેક સ્થાવર જંગમમાં રહેલું છે. તું જ મહાન મોટો છે અને તારું નામ મહાન અને મોટું છે. એવા પ્રભુ તમને તથા બધા સંતો સહિતને મારા પ્રણામ છે. ઈન્દ્રિયો દ્વારા થયેલાં કર્મોના દોષો તમને પ્રણામ કરવાથી પાછા વળી જાય છે. આ પ્રણામ કરવામાં કોઈ પણ જાતનો ખર્ચ લાગતો નથી. પરંતુ અણસમજુ માણસને તેમના મનમાં સંશય થાય છે. તમારા પોતાના ભક્તની આ આજીજી છે તે હે દીન દયાળુ ભગવાન સાંભળો. મને તમારો દાસ સમજીને સદગુરુ તમે મારા પર કૃપા કરશો ને કરાવવાવાળા થશો. હું તો સમર્થ સ્વામીનો સેવક છું, તેથી મને કદી પણ હાની થશે નહિ. કદીય પતિવ્રતા, દુઃખી રહે તો તેના પતિને લજવાવું પડે. તેમ સેવકનું અકાજ થાય તો તેની ચિંતા પ્રભુ કરે. પામર, લાચાર એવા એક જીવને કર્મના ઘણા જ બંધનોથી બાંધ્યો છે. તેના પોતાના બળ વડે તે બંધનોમાંથી છૂટી શકાય તેમ નથી. તેમાંથી તો તમે જ એક માત્ર છોડાવનાર છો. પૂજ્ય યદુનાથ મહારાજે, આરતી માટે સુંદર વિસ્તાર પૂર્વક વિવેચન નીચે પ્રમાણે કર્યું છે. આરતી - સાકાર અથવા નિરાકાર પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારી જે તે દેવ આગળ દીપક ફેરવવાની ક્રિયાને આરતી કહે છે. નિર્ગુણોપાસકો મોટે ભાગે, દીપક ફેરવવાની ક્રિયા ન કરતાં પ્રત્યક્ષ ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારી હૃદયની સંપૂર્ણ ભાવના અને પ્રેમથી ગીત અથવા પદ દ્વારા પોતાના ઈષ્ટ સંમુખ હૃદયની ભાવના વાણીથી વ્યક્ત કરે છે. તે જેટલી આંતરમુખ હોય છે તેટલી જ અસરકારક થાય છે. જેટલી દેખાવથી કરવામાં આવે છે તેટલી તે વ્યર્થ છે. સાચા રડતા બાળકની અને ઢોંગથી રડતા બાળકની જેટલી અસર તેની માતાની ઉપર થાય છે તેટલી જ હૃદયસ્પર્શી અને દંભી પ્રાર્થનાની અસર ઈશ્વર તેમજ સર્વે ઉપર થાય છે ...
|




