| ભજનનો મહિમા |
|
|
|
|
'મુક્તિની માળા' - મણકો : ૨૨ ભજન કીર્તન ભજન એટલે ભજવું અને કીર્તન એટલે ગુણગાન ગાવાં. કોને ભજવું કોના ગુણગાન ગાવા ? તો કહે છે કે 'ખેતી હરિ નામ કી મનવા' હરિના નામના ભજન કરો, હરિના ગુણગાન ગાઓ. સ્મરણ શબ્દ કે નાદ દ્વારા, ભજન - કીર્તન દ્વારા યા એકલા કે સમૂહમાં એકઠા થઈને, પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ, ભજન, કીર્તન કરવું. પ્રભુના ગુણગાન ગાવાં, પ્રભુની પ્રભુતાને ગીતોમાં વણી લઈને તેવાં ગીતો ગાવાં અને ગાતાં ગાતાં પોતાના અંતરમાં જ અંતર્યામીને અનુભવવા માટે ભજન કીર્તન, સ્મરણ હોય છે. દરેક ધર્મના સ્થાનોમાં નિયત સમયે ભગવાનના ભજન કીર્તન દ્વારા ઈશ્વર સ્મરણ કરાય છે. જ્યારે ભક્ત પોતાના ઘર આંગણે કે ગમે તે સ્થળે, ગમે તે સમયે ભજનમાં તલ્લીન બનીને પોતાના અંતરનો એકતારો બજાવતા રહીને સ્થળ, સમય અને સંસારની બધી માયાજાળને વિસારે પાડીને ભજન ગાતાં ગાતાં લીન બની જાય અને ભજનના આનંદમાં દેહભાન પણ ભૂલી જાય છે. કહત કબીર સૂનો ભાઈ સાધો;
|




