| ઓ ઈશ્વર ભજીએ તને |
|
|
|
|
નાદબ્રહ્મ પૃષ્ઠ ૧ ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ જોવા આપી આંખડી, સાંભળવાને કાન ઓ ઈશ્વર તું એક છે, સર્જ્યો તેં સંસાર તારા સારા શોભીતા, સૂરજ ને વળી સોમ અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ ઓ ઈશ્વર તમને નમું, માંગુ જોડી હાથ મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ English Translation:
|




