Home Bhajans મેલી નવ જાશો રે (રાગ - સામેરી)
મેલી નવ જાશો રે (રાગ - સામેરી) PDF Print E-mail

નાદબ્રહ્મ     પદ - ૨૮૭, રાગ - સામેરી
Nādbrahma pada 287, rāga - sāmeri

Syadla Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)

મેલી નવ જાશો રે મીઠડા માવજી, તમને કહું છું વારંવાર;
અળગા નવ રહેશો રે એક અર્ધ ઘડી, હું તો વિનવું વારંવાર ... ટેક
mEli nav jāsho re mithadā māv-ji, tam-ne kahuň chhuň vāram-vār;
alagā nav rahesho re eka ardha ghadi, huň to vinavu vāram-vār  ... repeat

ચુપ કરીને રે અરે એમ નવ ચાલીએ, મારો થોડો થોડો જીવ થાય;
કેમ કરી રહીએ રે હરિ અમે એકલાં, સુનું મંદિર ખાવા ધાય ... ૧
chupa kari-ne re are ema nav chāli-e, māro thodo thodo jiva thāy;
kem kari rahi-e re hari ame ekalā, sunu mandira khāvā dhāy ... 1

સગાંને સ્નેહીઓ રે વ્હાલું મને કોઇ નહિ, તમો મારા અંતર્યામી છો નાથ;
પ્રભુ તમો વિના રે પ્રાણ અમો છાંડીશું, જાણે મારી બાલપણાની વાત ... ૨
sagā-ne snehi-o re vahālu mane ko-ii nahi, tamo mārā aňtar-yāmi chho nāth;
prabhu tamo vinā re prān amo chhāňdi-shuň, jāne māri bāla-panā-ni vāt ... 2

એકવાર આવો રે આણી આવી પ્રીતડી, તમો મારા આત્માના આધાર;
દાસ જેના રસિયા રે રસિયા નાથજી, વ્હાલા તમો વિના કેમ રહેવાય ... ૩
eka-vār āvo re āni āvi pritadi, tamo mārā ātmā-nā ādhār;
dās jenā rasiyā re rasiyā nāth-ji, vahālā tamo vinā kem rahe-vāy ... 3

YouTube Video(s):
1. Syadla Bhajan Mandal - 1981

 

 
Powered by PHILIT