Home Bhajans જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા (રાગ - પ્રભાતિયું)
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા (રાગ - પ્રભાતિયું) PDF Print E-mail

નાદબ્રહ્મ પદ - ૩૪૨, રાગ - પ્રભાતિયું
Nādbrahma pada 342, rāga - prabhātiyu

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે ? ... ટેક
jāg-ne jādavā krishna govāliyā, tuja vinā dhen-māň kon jāshe ?
tran-se ne sāth govāl tole malyā, vado re govāliyo kon thāshe ? ... repeat

દહીંતણા દહીંથરા, ઘી તણાં ધેબરાં, કઢિયેલાં દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ લેશે ? ... ૧
dahiň-tanā dahiň-tharā, ghi tanā dheb-rā, kaDhiyelā dudh te kon pishe ?
hari tāryo hāthiyo, kāli nāg nāthiyo, bhumi-no bhār te kon leshe ? ... 1

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં, મધુરી શી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિએ, બૂડતાં બાંયડી કોણ સહાશે ? ... ૨
jamunā-ne tire ga-u-dhan chārav-tā, madhuri shi morali kon vahāshe ?
bhane nar-sai-yo tārā gun gā-ii rijhi-e, budatā bāňyadi kon sahāshe ? ... 2

 

 
Powered by PHILIT