| જી રે સરસ્વત સ્વામીને વિનવું (રાગ - સોરંગી) |
|
|
|
|
નાદબ્રહ્મ પદ - ૭૪૧, રાગ - સોરંગી Orna Bhajan Mandal (Recorded on December 9, 2010) Uda Bhakt Samaj જી રે સરસ્વત સ્વામીને વિનવું, અને માગું એક પસાયો દે; જી રે સોરંગે શ્રીહરિ ધાઈએ, આરાધીએ ગોકુળ કહાન દે; જી રે સંસાર સાગર અતિ દોહ્યલો, ઊંડો ને અતિ અપાર દે; જી રે કોટ બ્રહ્માંડ ભાંજે ઘડે, તે કંડીએ કેમ સમાય દે; જી રે આતમ વિદ્યા જાણીને, ગુણ તારુણીમાં રાચ્યો દે; જી રે ભક્ત વત્સલ ભણી ઓલંગ્યો, અને વળીમા કરશો કાં ન દે; જી રે તુલસી કેરે પાંદડે, પુતનાનો રિપુ પૂજો દે; જી રે લક્ષ્મી સહિત હરિ સેવીએ, સેવ્યો લીલા વિલાસ દે; YouTube Video(s): Related Link(s):
|




