Home Bhajans અમૂલ્ય તત્વવિચાર - બહુ પુણ્યકેરા પુંજથી
અમૂલ્ય તત્વવિચાર - બહુ પુણ્યકેરા પુંજથી PDF Print E-mail

નાદબ્રહ્મ પદ - ૮૯૫, પૃષ્ઠ-૬૦૯
Nādbrahma pada 895, page 609

બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
 તોયે અરે! ભવચક્રનો આંટો, નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
 ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ? ... ૧
bahu punya-kerā puňja-thi, shubh deh mānav-no malyo,
toye are ! bhav-chakra-no āňto, nahi ek-ke talyo,
sukh prāpta karatā sukh tale chhe, lesh e lakshe laho,
kshana kshana bhayaňkar bhāv-marane, kaň aho rāchi raho ? ... 1

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
 શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
 એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ... ૨
lakshmi ane adhikār vadhatā, shuň vadhyu te to kaho ?
shuň kutumb ke parivār-thi, vadhavā-panu e nay graho,
vadhavā-panu saňsār-nu, nar-deh-ne hāri javo,
eno vichār nahiň aho-ho !  eka pal tam-ne havo !!!! ... 2

નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
 એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;
પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
 એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત્ દુ:ખ તે સુખ નહીં. ... ૩

nirdosh sukh niradosha ānaňd, lyo game tyāň-thi bhale,
e divya shakti-mān jethi, jaňjire-thi nikale,
para-vastu-māň nahi muňjhavo, eni dayā muj-ne rahi,
e tyāg-vā sid-dhāňt ke pashchāt dukh te sukh nahiň ... 3

હું કોણ છું ?  ક્યાંથી થયો ?  શું સ્વરૂપ છે મારું ખરું ?
 કોના સંબંધે વળગણા છે ?  રાખું કે એ પરહરું ?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
 તો સર્વ આત્મિકજ્ઞાનનાં, સિદ્ધાંત-તત્વ અનુભવ્યાં. ... ૪
huň kon chhuň ? kyāň-thi thayo ? shuň svarup chhe māru kharu ?
konā sambaňdhe valaganā chhe ? rākhu ke e paraharu ?
enā vichār vivek-purvak, shāňt bhāve jo karyā,
to sarve ātmik-gnān-nā, sid-dhāňt-tatva anu-bhavyā ... 4

તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
 નિર્દોષ નરનું કથન માનો, ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે! આત્મ તારો આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો,
 સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. ... ૫
te prāpta karavā vachan konu satya keval mānavu ?
nirdosh nar-nu kathan māno ‘teh’ jene anu-bhavyu,
re !  ātma tāro ātma tāro !  shighra ene olakho,
sarvātma-māň sama-drashti dyo, ā vachan-ne rudaye lakho ... 5

 

 
Powered by PHILIT