Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબહુ ન ભયઉ સંગ અરૂ સાથા, ઐસો જનમ ગમાયઉ હાથ
બહુરિ ન પૈહો ઐસો થાના, સાધુ સંગ નહિ પહિચાના - ૧

અબ તોર હોય નરક મહબાસા, નિશદિન બસેઉ લબારૈ પાસા - ૨

સાખી:  જાત સભનિ કહં દેખિયા કહંહિ કબીર પુકાર
         ચિતવા હોય તો ચેતિ લે દિવસ પરતુ હૈ ધાર

સમજુતી

હે જીવ !  સત્પુરુષનો સંગ તથા સહકાર તેં કદી પણ પ્રાપ્ત કર્યો નથી. આવો મૂલ્યવાન માનવ જન્મ તું હાથે કરીને ગુમાવી રહ્યો છે. માનવ શરીર જેવું સ્થાન ને વારંવાર મળશે નહિ કારણ કે તેં સત્સંગનો મહિમા જાણ્યો નથી. - ૧

હે જીવ !  તેં તો ઉલટું લબાડ ને જુઠા માણસોનો જ રાતદિવસ કુસંગ માણ્યા કીધો છે તેથી તારો તો નરકમાં જ વાસ ગણાય - ૨

સાખી:  કબીર પુકારીને કહે છે કે હે જીવ !  એવી રીતે કુસંગમાં ફસાઈને બધાંને ખાલી હાથે જતા મેં જોયા છે તેથી તારે ચેતવું હોય તો અત્યારે જ ચેતી જા. અહીં તો ધોળે દિવસે ધાડ પડયા કરે છે.

૧. માનવ જન્મનો મહિમા સત્પુરૂષો ગાતા થાકતા નથી. તેથી જ તેઓ વારંવાર કહે છે કે
          "દુર્લભ ત્રયમેવવૈતત્ દેવાનુગ્રહ હેતુકમ્ 
           મનુષ્યત્વં મુમુક્ષત્વં મહાપુરૂષ સંશ્રય"
એનો સરળ ગુજરાતીમાં આ રીતે અનુવાદ થઈ શકે -
          દુર્લભ છે દરને માત્ર ઇશ કૃપા વડે મળે,
          મનુષ્યત્વ, મુમુક્ષત્વ, સંગ મહાપુરૂષનો.
મનુષ્ય જન્મ, મોક્ષની ઈચ્છા થવી અને મહાપુરૂષનો સમાગમ એ ત્રણે વસ્તુ ભગવાનનનિ ઈચ્છાથી જ પ્રાપ્ત થતી હોવાથી દુર્લભ ગણાય છે. નિરાંતે વિચાર કરવામાં આવે તો આ સત્ય સમજાશે. મનુષ્ય સિવાયની યોનીઓમાં કર્મની સ્વતંત્રતા જણાતી નથી. તે બધી યોનીઓમાં જીવ વાસનાબળે જ કર્મો કરતા જણાય છે. જ્યારે માનવ તો પોતાની ધારણા પ્રમાણે કાર્ય કરતો જણાય છે. તેથી માનવને કર્મ કરવાની સ્વતંત્રતા મળી કહેવાય. વેદમાં પ્રાર્થના કરવામાં આવી છે કે દેશે દિસોઓથી મારૂં મન સદવિચારોથી ઉભરાય રહો. મનમાં સારા વિચારો ઉદભવશે તો સારાં કાર્યો થતાં રહેશે ને પરિણામે સૌનું કલ્યાણ થઈ શકે માટે માનવ જન્મનો મહિમા ગાવામાં આવે છે.

હરિની કૃપાથી માનવ જન્મ મળે તો છે પણ મનમાં વિષય પદાર્થોની મોહિની મોક્ષની ઈચ્છા થવા દેતી નથી તેનો સહુ કોઈને અનુભવ તો છે જ. જો હરિની કૃપાથી મોક્ષની ઈચ્છા તો આસપાસનું વર્તુળ, જેને સંતો કુસંગ કહે છે તે, કોઈને છોડવું ગમતું જ નથી હોતું. તેથી વર્તુળની વચ્ચે આવીને કોઈ સમર્થ સત્પુરુષ આવીને વસે તો પણ જીવ તેને પારખી શકતો અને સમાગમનો લાભ લઈ શકતો નથી. જો તે લઈ શકે તો તેનું કલ્યાણ થઈ શકે છે.

૨. કુસંગનું પરિણામ એટલા દુઃખ, યાતના અને અનેકવિધ ઉપાધિ. તે માટેનું પ્રતીક તે સ્વર્ગ. અગાઉ કબીર સાહેબ નર્ક ને સ્વર્ગની કલ્પના અંગે પોતાનો અભિપ્રાય જણાવી  ગયા છે તે આધારે સ્વર્ગ-નરકના શબ્દોને આપણે પ્રતીકાત્મક ગણવા જોઈએ. સત્સગ અને કુસંગ અંગે તેમને એક સાખીમાં સ્પષ્ટ કહ્યું જ છે :
          કબીરા સંગત સધાકી હરૈ ઔર કી વ્યાધિ
          સંગત બૂરી અસાધકી, આઠોં પહોર ઉપાધિ
અર્થાત સારા માણસની સંગત બીજાના દુઃખોનું નિવારણ કરી શકે છે જ્યારે ખરાબ માણસની સંગત આઠે પહોર ઉપાધિ કરાવનારી નીવડે છે. તેહી સત્પુરુષોના સમાગમનો મહિમા અહીં ગાયો છે.

૩. "દિવસ પર તુ હૈ ધર" શબ્દો દ્વારા વિષય પદાર્થોની મોહિનીમાં પડેલો જીવ આત્મ તત્ત્વ રૂપી અમૂલ્ય ધન મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પણ લૂંટાવી દે છે ને ખાલી હાથે પાછો જાય છે તે દુઃખદ ઘટના સચોટ રીતે વ્યક્ત કરવામાં આવી છે. ધાડપાડુઓ માટે દિવસનો સમય પ્રતિકુળ ગણાય છતાં માનવ જીવનમાં અનેકવાર જાગૃત રહેવા છતાં સંગનો દોષ લાગી જતો હોય છે તે વાત પણ એ શબ્દોમાં ધ્વનિત થાય છે.

English translation and commentary by Dr. Jagessar Das, M. D.
Dr. Jagessar Das, M.D. has published several books on the mystical teachings of Guru Kabir.  We highly appreciate his granting us permission to use the material from two of them: The Bijak of Guru Kabir, Volume - 1, Ramainis, and The Bijak of Guru Kabir, Volume - 2, Shabdas.

Meaning:
Man destroys his noble life for nothing by not keeping the company of noble and saintly people.
You will not get such an opportunity again since you do not realize the value of saintly company.
Now you will get a dwelling place in hell, as day and night you have kept the company of false people.

Sakhi: Kabir says shouting to all: "I see all the people dying and leaving with empty hands.
If you wish to awaken to realization, do it now, otherwise the day will come when death will strike you."

Commentary:
Not many people in this world try to keep the company of noble and saintly people. They are more attracted to the alluring worldly life of sense gratification. Even if they go to the temples or holy places, and sing the glories of God, they still drift back into the mainstream of worldly life beset with the passions of anger and hate, greed and ego, etc. Their minds are full with worries and anxieties. Somehow, their hearts are not receptive to the Divine presence which is within. Many falsely believe that they are 'saved' and will be assured of heaven. But they, nevertheless, are still entangled in the life of passions. The majority of people are thus not fit to enter the kingdom of God, but are fit to enter the kingdom of kal (death). Guru Kabir ceaselessly exhorted the people to awaken to the Reality within themselves. He exhorted them to keep the company of noble and saintly people and to give up the false teachers, and the traps of the glittering worldly life. He exhorted them to realize the Truth and that Truth will give them liberation.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,851
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,485
pdf-2અનંત સૂર | Anant Soor 9,090
pdf-3Amar Varso | અમર વારસો 7,374
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,746