| શબ્દ - ૨૩ : અબધૂ કુદરત કી ગતિ ન્યારી ! |
|
|
|
|
કબીર શબ્દ સુધા અબધૂ કુદરત કી ગતિ ન્યારી ! યેતે લવંગહિ ફળ નહિ લાગૈ, ચંદન ફૂલ ન ફૂલા રેંડા રુખ ભયે મલયાગિર, ચહુ દિસિ ફૂટી બાસા પંગા મેર સુમેર ઉલંઘૈ, ત્રિભુવન મુકતા ડોલૈ અકાસહિ બાંધિ પતાલ પઠાવૈ, સેસ સરગ પર રાજૈ સમજૂતી હે અવધૂતો, કુદરતની ગતિ તો ન્યારી જ છે ! દયા કરે તો રંકને રાજા બનાવી દે અને રાજાને ભિખારી ! - ૧ આ લવંગના ઝાડને (માત્ર ફૂલ લાગે છે) ફળ લાગતા નથી જ્યારે ચંદનના ઝાડને ફૂલ પણ નહિ અને ફળ પણ નહિ ! માછલાનો શિકારી (સમુદ્રને બદલે) જંગલમાં ભમે અને સિંહનો શિકારી સમુદ્રમાં ! - ૨ કુદરતની કૃપાથી દિવેલાનો છોડ મલયાગિરિના ચંદનના જેવો થઈ જાય છે કે જેની સુગંધી ચારે તરફ પ્રસરી જાય છે ! આંધળો પુરુષ સમસ્ત બ્રહ્માંડમાં દૃષ્ટિ મળી જવાથી કુદરતનો ખેલ જોયા કરે છે ! - ૩ પગે લંગડો હોવા છતા મેરુ પર્વતને ઓળંગીને ત્રણે ભુવનમાં મુક્તદશામાં હરી ફરી શકે છે ! ગુંગો માણસ (અચાનક) જ્ઞાન વિજ્ઞાનની વાતો પર નવો પ્રકાશ પાથરતો અનહદ વાણી બોલતો થઈ જાય છે ! - ૪ (કુદરત ધારે તો) આકાશને બાંધી પાતાળમાં મોકલી દે અને પાતાળમાં રહેતા શેષનાગને સ્વર્ગનું રાજ અપાવી દે ! તેથી કબીર કહે છે કે રામ તો રાજા કહેવાય ! તે જે કાંઈ કરે છે તે તેને શોભા આપે છે ! - ૫ ટિપ્પણી “કુદરત” એટલે રામ નહીં, પણ રામની શક્તિ માયા. માયા ધારે ત્યારે ને ત્યાં પાણીની જગ્યાએ સ્થળ ને સ્થળની જગ્યાએ પાણી કરી શકે છે. તેથી જ શ્વેતા ઉપનિષદમાં કહ્યું છે કે દેવસ્યૈષ મહિમા તુ લોકે યેનેદેં ભ્રામ્યતે બ્રહ્મ ચક્રમ્ (૬/૧) અર્થાત્ માયા દ્વારા સઘળું પરિવર્તન થાય છે. ગીતા પણ કહે છે કે મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સૂયતે સચરાચરમ્ | અર્થાત્ હે અર્જુન ! મારી અધ્યક્ષતાથી આ ત્રિગુણાત્મક માયા સમસ્ત જગતને ઉત્પન્ન કરે છે અને તેથી જ આખું જગત હરક્ષણે ફેરફાર પામ્યા કરે છે. મૂઢ માણસ ત્રિગુણાત્મક માયાની આ ગતિ ઓળખી શકતો નથી તેથી તે ભગવાનની જ આ ચાલ છે એવું માનીને ભ્રમણામાં જીવે છે.
|


Kabir Vani 

