| સાખી - ૯ : જાગ્રત રૂપી જીવ હૈ ... |
|
|
|
|
કબીર સાખી સુધા જાગ્રત રૂપી જીવ હૈ, શબ્દ સોહાગા ૧સેત ૧=સેફેદ, ૨=વરસાદના, ૩=પરપોટા જીવ તો પ્રકાશ સ્વરૂપ (જાગ્રત રૂપી) છે. પરંતુ અવિદ્યા રૂપી મૂઢ અવસ્થામાં તેનાં પર મળના થરો જામી જાય છે. તે મલિનતા ગુરુના ઉપદેશથી દૂર થઇ જાય છે ને જીવનું અસલ સ્વરૂપ (સેત)નો પરિચય થાય છે. જે રીતે વરસાદનું પાણી વરસે ત્યારે તળાવના પાણીમાં પરપોટા પેદા થાય છે. ને તે પરપોટા તળાવના પાણીથી જુદા જ લાગે છે. હકીકતે તે પણ પાણી જ હોવાથી જુદા નથી. તે રીતે ગુરુના શરણાગતને જીવના શુદ્ધ સ્વરૂપનો પરિચય થઈ જાય છે. પરંતુ કબીર સાહેબ તો કહે છે કે એવા શિષ્ય તો વિરલ જ હોય છે.
|


Kabir Vani 

