| સાખી - ૧૫ : કબીર ભરમ ન ભાજિયા ... |
|
|
|
|
કબીર સાખી સુધા કબીર ભરમ ન ભાજિયા, બહુ વિધિ ધરિયા ભેખ, અનેક પ્રકાર વેષ ધારણ કરવાથી પણ ભ્રમ ભાંગતો નથી ને છૂટકારો થતો નથી. કબીર સાહેબ કહે છે કે જ્યાં સુધી પરમાત્માનો પરિચય થતો નથી ત્યાં સુધી ગમે તે પ્રયત્નો કરો પણ અંતરમાં વાસના રહી જ જાય છે. નોંધ : પરમ સુખની પ્રાપ્તિ માટે ઘર છોડીને જંગલમાં જનાર ઘણા ભ્રમિત જીવો સંસારમાં ભટકે છે. મનમાં તો વાસના ભરેલી જ હોય છે. છતાં તેઓ જુદાજુદા વેષ બદલીને સાધના કરવા પ્રયત્ન કરે છે. કોઈ યોગી બને છે, કોઈ ત્યાગી બને છે તો કોઈ સન્યાસી બને છે. સન્યાસના પણ પાછા દસ પ્રકાર. તો પણ તેવા જોવોનું કલ્યાણ થતું નથી કારણ કે પરમાત્માનો પરિચય થાય તો તેની સાથે પ્રીતિ જન્મે ને લગની લાગે. તો જ તે સાચી ભક્તિ કરી શકે.
|


Kabir Vani 

