Video

This video playlist contains kirtan in two rāgs: āshavari (ashavari) and sārang (sarang). Rāg āshavari is reserved for Kirtans in the morning while rāg sārang is reserved for kirtans sung in the afternoon. Bhakta Bhajan Mandals also sing bhajans in rāgs bilāval, āshavari or sārang during a funeral procession. The rāg used depends of time of day.



કીર્તન
રાગ બિલાવલ - સૂર્યોદય પછી ૬:૦૦ થી ૮:૦૦ સુધી
રાગ આશાવરી  - ૮:૦૦ થી ૧૨:૦૦ સુધી
રાગ સારંગ - ૧૨:૦૦  થી સૂર્યાસ્ત સુધી

Kirtan is sung in appropriate rāg according to time of day.
Rāg Bilāval (Bilaval) - 6:00 AM to 8:00 AM
Rāg Āshāvari (Ashavari) - 8:00 AM to 12:00 Noon
Rāg Sārang (Sarang) - 12:00 Noon to Sunset

શ્રી રામકબીર ભજનાવલિ માંથી ...
આ લખાણ 'શ્રી રામકબીર ભજનાવલી' (શ્રી રામકબીર મંદિર ટ્રસ્ટ, બેગમપુરા, ખાંગડ શેરી, સુરત) માંથી લીધું છે.
(પૃષ્ઠ-૩૨, ૩૭, ૪૭)

કેટલીક જગ્યાએ બિલાવલ ગાયા પછી આશાવરી ગાવામાં આવે છે તો કેટલીક જગ્યાએ આશાવરી પછી બિલાવલ ગાવામાં આવે છે. શાસ્ત્રીય રીતે સૂર્યોદય પહેલાં પહેલાં બિલાવલ ગાવો શરૂ કરવો જોઇએ. ત્યારે પછી જ આશાવરીનો ઉપયોગ કરવામાં આવે છે.

પહેલાં આશાવરી કે પહેલા બિલાવલ --કયો રાગ ગાવો એ ચર્ચાસ્પદ મુદો છે. કોઈ જગ્યાએ પ્રથમ બિલાવલ ગાવામાં આવે છે તો કોઈ જગ્યાએ પ્રથમ આશાવરી ગાવામાં આવે છે. એટલું ખરું કે વ્હેલી સવારથી પ્રભાતના પ્રથમ ફોર સુધી બંને રાગ ગાઈ શકાય છે એવું સંગીતજ્ઞોનું કહેવું છે. આપણે ત્યાં પ્રથમ બિલાવલ પછી આશાવરી ગાવાનો રિવાજ છે.

કીર્તન પ્રસંગે આશાવરી પછી સારંગ ગાવાનો રિવાજ છે. ખરેખર તો સવારે નવ વાગ્યા પછી આશાવરીનો રાગ ન ગાવો જોઇએ. પરંતુ ત્યાં આશાવરી બપોરે બાર વાગ્યા સુધી ગાવામાં આવે છે. બાર વાગ્યાથી સાંજે સંધ્યાકાળ સુધી સારંગ ગાવામાં આવે છે. સવારે નવથી સાંજે ચાર સુધી સારંગ ગાઈ શકાય છે. એવો શાસ્ત્રીય મત છે.