કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પ્રકાશક : શ્રી રામકબીર ભક્ત સમાજ, અમેરિકા
ડીસેમ્બર ૧૯૮૯
"માત્ર છસો વર્ષ પર કબીર વાણીનો પ્રભાવ હતો અને આજે નથી એવું કોણ કહી શકશે ? આજે પણ કબીરવાણી તેટલી જ પ્રભાવિક છે જેટલી છસો વર્ષ પર જણાતી હતી. કબીરવાણી તો મહાન માનસરોવર સમાન છે. તેમાંથી અનેક પંથ અને સંપ્રદાયોએ પ્રેરણાના પિયૂષ પીધાં છે."
"માનવમાત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરવાણીમાં સારી રીતે ગૂંથાયેલી હોવાથી એકવીસમી સદીમાં પણ તે પ્રેરણાદાયી જ રહેવાની. તેથી મને તો કબીરવાણી ગંગાના પાવન પ્રવાહની માફક નિત્ય નૂતન જ લાગે છે ! "
"શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તે બદલ સમાજને હું ઋણી છું."
નોંધ: આ પુસ્તકની PDF ફાઇલ ડાઉનલોડ વિભાગમાં મળશે.