Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૦૧, રાગ - હિંડોળાનું મારૂ
Nādbrahma pada - 601, rāga - hindolā-nu māru

પિયુજીને પ્રેમ હિંડોળે ઝુલાવું, પિયુજીને પ્રેમ હિંડોળે;
મનબુદ્ધિ કે સ્થંભ દોઉ સુંદર, લાલકે રંગ રંગાવું ... ટેક
piyuji-ne prem hiňdole jhulāvu, piyuji-ne prem hiňdole
man-bud-dhi ke sthambh do-u suňdar, lāl-ke raňg raňgāvu ... repeat

રંગનારા સાચા સતગુરુ, ધસી ધસી ત્યાં જાવું;
મનસા વાચા કર્મણા દેકે, મંગલ મરુવા લાવું ... ૧
raňg-nārā sāchā sat-guru, dhasi dhasi tyāň jāvu
manasā vāchā kar-ma-nā deke, maňgal maruvā lāvu ... 1

હેત પ્રીત અરૂ ભાવ ભક્તિકી, દાંડી ચાર સોહાવું;
ચેતન ચોકી જ્ઞાન કી ગાદી, તકિયા તૃપ્ત મિલાવું ... ૨
het prit aru bhāv bhakti-ki, dāňdi chār sohāvu
chetan choki gnān ki gādi, takiyā trupta milāvu ... 2

સુરતા દોરી ચારૂ હિંડોળે, નાદ ઘુઘર ઘમકાવું;
સખીઓ પાંચ પચ્ચીશ મિલકે, મુક્ત મંગલ ગાવું ... ૩
suratā dori chāru hiňdole, nād ghughar gham-kāvu
sakhi-o pāňch pach-chish mil-ke, mukta maňgal gāvu ... 3

ઐસે હિંડોળે ઝુલો મેરે પ્યારે, બહુવિધ વાજાં બજાવું;
મગ્ન ભયી સખીઓ સબ ગાયે, સોહમ્ તાલ બજાવું ... ૪
a-i-se hiňdole jhulo mere pyāre, bahu-vidh vājā bajāvu
magna bhayi sakhi-o sab gāye, soham tāl bajāvu ... 4

પ્રાણજીવન હિંડોળે ઝુલે, નીરખી હરખી સુખ પાવું;
કહેત કબીરા આ રે હિંડોળે, વારંવાર ફિર જાવું ... ૫
prāna-jivan hiňdole jhule, nirakhi harakhi sukh pāvu
kahet kabirā ā re hiňdole, vāram-vār fir jāvu ... 5