Bhajans

નાદબ્રહ્મ પદ - ૬૦૨, રાગ - હિંડોળાનો કાલેરો
Nādbrahma pada 602, rāga - hindolā-no kālero

Tarsadi Bhajan Mandal (Recorded in 1982 in Mumbai)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

હિંડોળો નવરંગ્યો રે સજની, ત્યાં ઝુલે શ્રી વલ્લભરાય;
ચાલો સાહેલી જોવાને જઇએ, આ સુશ શોભા કહી ન જાય ... ટેક
hiňdolo nav-raňgyo re sajani, tyāň jhule shri val-labh-rāy
chālo sāheli jovā-ne ja-ii-e, ā sush shobhā kahi na jāy ...  repeat

નવરંગ કનક સ્તંભ દોઉ સુંદર, નવરંગ દાંડી ચાર સોહાય;
નવરંગ ચોકી તકિયા ગાદી, નવરંગ મોતીની ઝુમ બનાય ... ૧
nav-raňg kanak sthambh do-u suňdar, nav-raňg dāňdi chār sohāy
nav-raňg choki takiyā gādi, nav-raňg moti-ni jhum banāy ... 1

નવલ લાલ નવરંગી રાધા, નવરંગ જુવતી ઢોળે રે વાય;
નવરંગ મોર કલા કરી નાચે, નવરંગ જમુના લ્હેરે રે જાય ... ૨
naval lāl nav-raňgi rādhā, nav-raňg juvati Dhole re vāy
nav-raňg mor kalā kari nāche, nav-raňg jamunā lahere re jāy ... 2

નવરંગ પુષ્પવૃષ્ટિ વ્રજ ઉપર, ઇન્દ્રાદિક ત્યાં દુદુંભિ વાય;
નવરંગ ભક્ત તણા મન મોહે, માધવદાસ ઉમંગી જશ ગાય ... ૩
nav-raňg pushpa-vrushti vraj upar, indrā-dik tyaň du-dumbhi vāy
nav-raňg bhakta tanā man mohe, mādhav-dās umaňgi jash gāy ... 3