Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૧૮,  રાગ - ગરબી
Nādbrahma pada  718, rāga - garbi

મારે આજ રે આનંદનો દિન છે જો;
હરિની  ભક્તિ કરે તેને ધન્ય છે જો ... ટેક
māre āja re ānaňd-no din chhe jo
hari-ni bhakti kare tene dhanya chhe jo … repeat

જેણે પ્રહ્લાદની રક્ષા બહુ કરી જો;
વિકરાળ નૃસિંહ દેહ ધરી જો … ૧
jene prah-lād-ni rakshā bahu kari jo
vika-rāl nar-siňh deh dhari jo … 1

વિષ વાર્યા તે મીરાંબાઈનાં જો;
પત રાખી તે સેના નાયી જો ... ૨
vish vārya te mirā-bā-ii-nā jo
pata rākhi te senā nāyi jo … 2

નરસૈંય મહેતાનો હાર આણી આપ્યો જો;
ધ્રુવને અવિચલ કરી સ્થાપ્યો જો ... ૩
nara-saňi mahetā-no hār āni āpyo jo
dhruv-ne avi-chal kari sthāpyo jo … 3

જેણે નામદેવનું છાપરું છાયું છે જો;
સુદામાની નાર સુખ પાય છે જો ... ૪
jene nām-dev-nu chhāpru chhāyu chhe jo
sudāmā-ni nār sukh pāy chhe jo … 4

નરભેરામના સ્વામીની સાથમાં જો;
અમે રહીએ હરિના હાથમાં જો ... ૫
narbhe-rām-nā svāmi-ni sāth-māň jo
ame rahi-e hari-nā hāth-māň jo … 5

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - November 5, 2011