Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૨૦, રાગ - ગરબી
Nādbrahma pada 720, rāga - garbi

ફરી નહિ મળે રે, ફરી નહિ મળે રે,
લેરે લ્હાવો તને ફરી નહિ મળે;
fari nahi male re, fari nahi male re,
lere lahāvo tane fari nahi male

બાવળિયાનું બી વાવે તો આંબા નહિ ફળે;
આવી રૂડી મનષા દેહ ભૂલમાં ભમે ... લેરે લ્હાવો તને ફરી નહિ મળે
bāvaliyā-nu bi vāve to āmbā nahi fale
āvi rudi manashā deh bhul-māň bhame ... lere lahāvo tane fari nahi male

કેવડો કસ્તૂરી મોગરો તેલમાં તરે;
મોતિડાંની કણક લઈ ઘંટીમાં દળે ... લેરે લ્હાવો તને ફરી નહિ મળે
kevado kasturi mogaro tel-māň tare
motidā-ni kanak la-ii ghaňti-māň dale ... lere lahāvo tane fari nahi male

ચેતવું હોય તો ચેતી લેજે, અવસર નહિ મળે;
નરસૈંયાના સ્વામી વિના અર્થ નવ સરે ... લેરે લ્હાવો તને ફરી નહિ મળે
chet-vu hoy to cheti leje, avasar nahi male
nar-sai-yā-nā svāmi vinā artha nav sare ... lere lahāvo tane fari nahi male