Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૬૨, રાગ - ધોળ
Nādbrahma pada 762, rāga - dhol

ગોવિંદજી પરણે નંદજી પરણાવે, તે રે દિવસ સખી ક્યારે આવે;
સાંજી દેવ ત્યાં આણી બોલાવે, તો ચારે મંગલ ગાઇશું રે ... ટેક
goviňd-ji parane naňda-ji par-nāve, te re divas sakhi kyāre āve
sāňji dev tyāň āni bolāve, to chāre maňgal gā-ii-shuň re ... repeat

જશોદાજી આપણને બોલાવે, ખોળામાં કંઇ નૌતમ લાવે;
નવું નવું કરીને ગવડાવે, તો ચારે મંગલ ગાઇશું રે ... ૧
jashodā-ji āpan-ne bolāve, kholā-māň kaň-ii na-u-tam lāve
navu navu kari-ne gav-dāve, to chāre maňgal gā-ii-shuň re ... 1

વર વનમાલી આવીને જુએ, સાંભળતા સૌ દુઃખડા ખુએ;
તે સમે માવડી ગાવડી દુહે, તો ચારે મંગલ ગાઇશું રે ... ૨
var van-māli āvi-ne ju-e, sāmbhal-tā sa-u dukhadā khu-e
te same māvadi gāvadi duhe, to chāre maňgal gā-ii-shuň re ... 2

આવીને ત્યાં કહાનની પાસે, માતાનું મન રૂડું રે થાશે;
નિરખી સ્વરૂપ રસિક સોહાસે, તો ચારે મંગલ ગાઇશું રે ... ૩
āvi-ne tyāň kahān-ni pāse, mātā-nu man rudu re thāshe
nirakhi svarup rasik sohāse, to chāre maňgal gā-ii-shuň re ... 3

વરઘોડે વર જ્યારે ચઢશે, વ્રજમેં સૌ કોઇની દષ્ટિએ પડશે;
વલ્લભનું મન ત્યાં ગળશે, તો ચારે મંગલ ગાઇશું રે ... ૪
var-ghode var jyāre chaDh-she, vraj-meň sa-u ko-ii-ni dashti-e pad-she
val-labh-nu man tyāň gal-she, to chāre maňgal ga-ii-shuň re ... 4

YouTube Video(s):
1. Shree Ramkabir Mandir Bhajan Mandal - October 2007, Phoenix, Arizona