Bhajans

નાદબ્રહ્મ પદ – ૭૬૬, રાગ – ધોળ
Nādbrahma pada - 766, rāga - dhol

Mahila Mandal - Syadla (Recorded in 2011)

Mahila Mandal - Syadla - Utho Bhikhubhan (Nadbrahma pad

ઉઠો વૃષભાન વરાવો ની જાન, તમે તમારું રાખોની માન;
ઊગે છે ભાણ ને થાય છે તડકો, તો કન્યાને વળાવીએ રે ... ટેક
utho vrusha-bhān varāvo ni jān, tame tamāru rākho-ni mān;
uge chhe bhān ne thāy chhe tadako, to kanyā-ne valāvi-e re ... repeat

નંદરાયને એક પામરી જોડ, બેસવાને આપ્યો છે ઘોડો;
સૌ પહોંચ્યા છે મનનાં કોડ, તો કન્યાને વળાવીએ રે ... ૧
naňda-rāy-ne ek pāmari jod, besavā-ne āpyo chhe ghodo
sa-u pahonchyā chhe man-nā kod, to kanyā-ne valāvi-e re ... 1

નૌતમ રંગ તણી એક સાડી, જશોદાજીને પહેરાવવા કાઢી;
ઉઠે છે પહોળીને લાંભી છે સાડી, તો કન્યાને વળાવીએ રે ... ૨
na-u-tam raňg tani ek sādi, jashodā-ji-ne paherāv-vā kādhi
uthe che paholi-ne lāmbhi chhe sādi, to kanyā-ne valāvi-e re ... 3

રોકડા નાણાં આપ્યાં અપાર, જોવા મળ્યાં છે સર્વે લોક;
શેરીએ શેરીએ કોલાહલ, તો કન્યાને વળાવીએ રે ... ૩
rokadā nānā āpyā apār, jovā malyā chhe sarve lok
sheri-e sheri-e kola-hal, to kanyā-ne valāvi-e re ... 3

રથ માફા સૌ તૈયાર કીધાં, વહેલતણી બહુ વાગી છે લાહ;
એનો કહેતા નહિ આવે પાર, તો કન્યાને વળાવીએ રે ... ૪
rath māfā sa-u taiyār kidhā, vahel-tani bahu vāgi chhe lāh
eno kahetā nahi āve pār, to kanyā-ne valāvi-e re ... 4

સખીઓ મળી સૌ ગાઈ છે ગીત, વિવાહ તણી ભળી રાખે છે રીત;
વલ્લભને વળાવવાની પ્રીત, તો કન્યાને વળાવીએ રે ... ૫
sakhi-o mali sa-u gā-ii chhe git, vivāh tani bhali rākhe chhe rit
vallabh-ne valāv-va-ni prit, to kanyā-ne valāvi-e re ... 5