Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૭૨, રાગ - ધોળ
Nādbrahma pada 772, rāga - dhol

હેતે હરિ ભજી લેજોની પ્રાણી, અવસર આવ્યો રૂડો જાણી;
મટી જાશે માયાની ઘાણી, તો જોની વિચારી પ્રાણીઆ રે ... ટેક
hete hari bhaji lejo-ni prāni, avasar āvyo rudo jāni
mati jāshe māyā-ni ghāni, to joni vichāri prāni-ā re ... repeat

માયાનું સુખ છે ઠાલું થોથાં, સંગ કરીને ખવડાવે ગોથાં;
હરિગુરૂ સંતનું ઝાલની ઓથું, તો અંત સમે ઉગારશે રે ... ૧
māyā-nu sukh chhe thālu thothā, saňg kari-ne khav-dāve gothā
hari-guru saňt-nu jhāl-ni o-thu, to aňt same ugār-she re ... 1

ઉગારવાનો એ રે ઓવારો, સફલ ફેરો થાશે તમારો;
અવસર આવ્યો અતિ સારો, તો રામ નિરંતર સેવીએ રે ... ૨
ugārvā-no e re o-vāro, safal fero thāshe tamāro
avasar āvyo ati sāro, to rām niraňtar sevi-e re ... 2

રામે અનંત કોટિ લીધાં ઉગારી, પતિત પાવન છો ગિરધારી;
અજામિલ ગજ ગુણકા તારી, તો તારણ તારણ શ્રીહરિ રે ... ૩
rāme anaňt koti lidhā ugāri, patit pāvan chho gira-dhāri
ajā-mil gaj gunakā tāri, to tāran tāran shri-hari re ... 3

શું રે બઠો જીવ રામ વિસારી, અંત સમે શી ગત થાશે તારી;
હરિદાસ હૈયામાં લેજોની ધારી, તો દોહ્યલાં દાસને જાણીને રે ... ૪
shuň re betho jiv rām visāri, aňt same shi gat thāshe tāri
hari-dās haiyā-māň lejo-ni dhāri, to dohyalā dās-ne jāni-ne re ... 4

YouTube Video(s):
1. Bhajans at Bakersfield - September 12, 2009, Hindu Temple of Kern County, Bakersfield, CA, USA
2. Shree Ramkabir Mandir Bhajan Mandal - August 13, 2011