Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૮૧, રાગ - ધોળ
Nādbrahma pada - 781, rāga - dhol

Mahila Mandal

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Mahila Mandal - Syadla (Recorded in 2011)

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

તું તો  રામ રટણ કર રંગમાં, તારું જાય છે જુવાનીનું જોર
                                                   અવસર આવો નહિ મળે ... ટેક
tuň to rām ratan kar raňg-māň, tāru jāy chhe juvāni-nu jor
                                                   avasar āvo nahi male ... repeat

જીરે કાચો કુંભ જલે ભર્યો, તેને ફૂટતાં નહિ લાગે વાર ... ૧
jire kācho kumbh jale bharyo, tene futatā nahi lāge vār ... 1

જીરે કાચા સુતરનો તાંતણો, તેને તૂટતાં નહિ લાગે વાર ... ૨
jire kāchā sutar-no tāňtano, tene tutatā nahi lāge vār ... 2

જીરે વાડી ખીલીને ફૂલ્યો મોગરો, તેને કરમાતાં નહિ લાગે વાર ... ૩
jire vādi khili-ne fulyo mogaro, tene karamātā nahi lāge vār ... 3

જીરે બાજીગરે બાજી રચી, એને સમેટતાં નહિ લાગે વાર ... ૪
jire bāji-gare bāji rachi, ene sametatā nahi lāge vār ... 4

જીરે પાંચ તત્વનું પૂતળું, માંહી બોલન હારો રામ ... ૫
jire pāňcha tatva-nu putalu, māňhi bolan hāro rām ... 5

જીરે ગગન મંડળમાં ચોરી રચી, ત્યાં પરણે છે આત્મારામ ... ૬
jire gagan maňdal-māň chori rachi, tyāň parane chhe ātmā-rām ... 6

જીરે દાસ પ્રીતમની વિનંતિ, અમને મળ્યા છે સતગુરૂ શ્યામ ... ૭
jire dās pritam-ni vinaňti, am-ne malyā chhe sat-guru shyām ... 7