Bhajans

નાદબ્રહ્મ પદ - ૭૯૮, રાગ - મંગલ
Nādbrahma pada - 798, rāga - mangal

મનષા દેહી પાઈ, રામ ગુણ ગાઈએ;
સુરતિ અકન કુંવારી, હંસાકો બહાઈએ ... ટેક
manashā dehi pā-ii, rām gun gā-ii-e
surati akan kuňvāri, haňsā-ko bahā-ii-e ...    repeat

સતગુરુ વિપ્ર બોલાય લગન લખાઈએ;
વેગે કરી લો વિવાહ, ઢીલ મત લાઈએ ... ૧
sat-guru vipra bolāy, lagan lakhā-ii-e
vege kari lo vivāh, Dhil mat lā-ii-e ...    1

પાંચ પચ્ચીશ શું નાર, મંગલ ગાઈએ;
લક્ષ ચોરાશીનો ફેરો, બહોર નહિ આઈએ ... ૨
pāňcha pach-chish shuň nār, maňgal gā-ii-e
laksha chorāshi-no fero, bahor nahi ā-ii-e ...    2

સુરત નુરત દોઉ બેઠે, હથેવારો જોડીએ;
જમ શું જીવ ઉગાર, તનખાં તોડીએ ... ૩
surat nurat do-u bethe, hathe-vāro jodi-e
jam shuň jiv ugār, tanakhā todi-e ...    3

હંસાએ કર્યો વિચાર, સુરતિ શું યોં કહી;
તુમ જુગ જુગ અકન કુંવારી, એતા દિન ક્યોં રહી ... ૪
haňsā-e karyo vichār, surati shuň yoň kahi
tum jug jug akan kuňvāri, etā din kyoň kahi ... 4

સુરતિએ હંસાને કરી સલામ, પિયુ તુમ સત કહી;
મોહે સતગુરુ મળ્યા નહિ, એતા દિન યોં રહી ... ૫
surati-e haňsā-ne kari salām, piyu tum sat kahi
mohe sat-guru malyā nahi, etā din kyoň rahi ... 5

પરમ પુરુષકી સેજ, અખંડિત ખેલના;
પિયો રે પ્યાલા પ્રેમ, અધર રહી ઝીલના ... ૬
param purush-ki sej, akhaňdit khelanā
piyo re pyālā prem, adhar rahi jhilanā ... 6

પુરૂષ પુરાતન લાઈ, શબ્દ સુનાઈએ;
કહે કબીર ભજો રામ, પરમ પદ પાઈએ ... ૭
purush purātana lā-ii, shabda sunā-ii-e
kahe kabir bhajo rām, param-pad pā-ii-e ... 7