કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ભરમ હિંડોલાના, ઝૂલૈ સબ જગ આય ... ૧
પાપ પુન્ન કે ખંભા દોઉ, મેરુ માયા માનિ
લોભ મરુવા, વિષયભંવરા, કામ કીલા ઠાનિ ... ૨
શુભ અશુભ બનાય દાંડિ, ગહૈં દોનોં પાનિ
કરમ પટરિયા બૈઠેકે, કો કો ન ઝૂલૈ આનિ ... ૩
ઝૂલત ગણ ગંધર્વ મુનિવર, ઝૂલત સૂરપતિ ઇંદ
ઝૂલત નારદ શારદા, ઝૂલત વ્યાસ ફ્નીંદ ... ૪
ઝૂલત બિરંચિ, મહેસ, શુકમુનિ, ઝૂલત સુરજ ચંદ
ઓપુનિરગુન સગુન હોય કે, ઝૂલિયા ગોવિંદ ... ૫
૧છવ ૨ચારિ ૩ચૌદહ ૪સાત ઇકઇસ ૫તીનિ લોકબનાય
૬ખાનિ બાનિ ખોજિ દેખહુ, થિર ન કોઉ રહાય ... ૬
ખંડ બ્રહ્માંડ ખોજિ દેખહુ, છૂટતં કતહોં નાહિ
સાધુ સંત બિચારી દેખહુ, જિવ નિસ્તર કહં જાહિં ... ૭
સસિ સુર રયની સારદી તહાં, તત્ત પલૌ નાહિ
કાલ અકાલ પરલય નાહિ, તહાં સન્ત બિરલે જાહિં ... ૮
તહાં કે બિછુરે બહું ૭કલપ બીતે, ભૂમિ પરે ભૂલાય
સાધુ સંગતિ ખોજિ દેખહુ, બહુરિ ઉલટિ સમાય ... ૯
યહ ઝૂલબેકી ભય નહીં, જો હોંહી સંત સુજાન
કહંહી કબીર સત્સુક્રીત મિલે, બહુરિ ન ઝૂલૈ આપ ... ૧૦
સમજુતી
આખું જગત ભ્રમરૂપી હીંચકે ઝૂલી રહ્યું છે. - ૧
પાપ-પુણ્યના બે ઊભા થાંભલા અને બંને થાંભલા અને બંને થાંભલાને જોડનાર માયા રૂપી મેરૂ, લોભ રૂપી બે મરુવા, વિષય રૂપી ભંવર કલિ અને કામરૂપી ખીલાઓને આધારે તે હીંચકો ઝૂલ્યા કરે છે. - ૨
શુભ અને અશુભ ભાવનાઓની દાંડીમાં બંને હાથે પકડી રાખીને તથા કર્મરૂપી પટરી પર બેસીને કહો આ સંસારમાં કોણ કોણ હીંચકે ઝૂલતું નથી ! - ૩
આ ઝુલામાં ત્રણે જીવનના લોકો, ગંધર્વ લોકો, મુનિઓ, દેવરાજ ઈન્દ્ર, નારદ, શારદા, વ્યાસ અને શેષનાગ પણ ઝૂલે છે ! - ૪
બ્રહ્મા, મહેશ, શુકદેવજી, સૂર્ય, ચંદ્ર, અરે સાક્ષાત વિષ્ણુ પોતે નિર્ગુણ હોવા છતાં સગુણ થઈને સ્વયં ઝૂલી રહ્યા છે ! - ૫
છ શાસ્ત્રો, ચાર વેદો ચૌદ વિદ્યાઓ, સાત પ્રકારના સાગરો, એકવીસ ભુવનો, ત્રણે લોક જેને બનાવ્યા છે. તે સૌ ઝૂલી રહ્યા છે. તમામ શાસ્ત્રોની વાણીમાં શોધી વળશો તો જણાશે કે ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકતા કોઈ પણ જીવ આ ઝુલામાં અસ્થિર જણાશે ! - ૬
સમસ્ત બ્રહ્માંડને ખૂણે ખૂણે તપાસ કરશો તો ખબર પડશે કે સર્વ જીવમાંથી કોઈ પણ જીવ આ ભ્રમરૂપી ઝૂલામાંથી હજી સુધી છૂતકારો મેળવી શક્યું નથી ! સાધુ સંતો તમે વિચાર કરીને કહો કે આ જીવોને ક્યાં જવાથી મુક્તિ મળશે ? - ૭
મુક્ત જીવ જ્યાં જાય છે ત્યાં તો ચંદ્ર, સૂર્ય, રાત, શરદઋતુ, મૂળ, પાંદડાઓ કાંઈ જ નથી હોતું ! ત્યાં કાળ કે અકાળ પણ નથી અને પ્રલય પણ નથી ! ત્યાં તો કોઈ વિરલા સંત જ પહોંચી શકે ! - ૮
તે પરમ ધામમાંથી છૂટા પડવાને ઘણો કાળ વીતી ગયો અને આ મૃત્યુ લોકમાં આવીને જીવ તો ભૂલો જ પડી ગયો ! સંતોની સંગતમાં રહેવાથી જ જીવ તો પરમધામનો માર્ગ શોધીને ત્યાં પહોંચી જશે. - ૯
જે સંત જ્ઞાની હશે તેને આ ભ્રમરૂપી હિંચકા પર ઝૂલવાનો કોઈ ભય રહેશે નહિં. કબીર કહે છે કે સંતમાં સ્થિર થઈ સદાચારી બનશે તેને આ સંસારમાં ફરીથી આવવું પડશે નહીં - ૧૦
૧. છવ એટલે છ શાસ્ત્રો : સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા ને વેદાંત
૨. ચાર વેદ : ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ
૩. ચૌદ વિધાઓ : બ્રહ્મજ્ઞાન, રસાયણ, કાવ્ય, વેદ, જ્યોતિષ, વ્યાકરણ, ધનુર્વિદ્યા, જલનરણ, અશ્વારોહણ, કોકશાસ્ત્ર, વૈદક, સંગીત, નાટક, અને જાદુ.
૪. સાત દ્વીપ: જંબુ, કુશ, પ્લક્ષ, ક્રૌંચ, શક, પુષ્કર ને શાલમલય.
૫. એકવીસ ભુવનો: ભૂર, ભુવ, સ્વ, જન, તાપ, મહને સત્ય લોક+તલ, અતલ, વિતલ, સુતલ, મહાતલ, રસાતલ, પાતાલ+સાત સ્વર્ગાદિલોક મળીને એકવીસ ભુવનો
૬. ખાનિ એટલે ચાર ઉત્પત્તિ સ્થોનો - અંડજ, પિંડજ, સ્વદેજ, જરાયુજ
૭. કલપ એટલે કલ્પ : કાળ ગણનાનું માપ - કાળના એક વિભાગને કલ્પ કહે છે તે બ્રહ્માનો એક દિવસ ગણાય છે - ૪૩૨,૦૦,૦૦૦૦૦ વર્ષનો એક દિવસ.
Add comment