કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અંધ સો ૧દરપન વેદે પુરાના, ૨દરબી કહા મહારસ જાના
૩અસ ખર ચંદન લાદૈ ભારા, પરિમલ બાસ ન જાને ગંવારા - ૧
કહંહિ કબીર ખોજૈ ૪અસામાના, સોનમિલા જીહ જાય ગુમાના - ૨
સમજુતી
ચાર વેદો અને અઢાર પુરાણોના ગ્રંથો અજ્ઞાની લોકો માટે આંધળા માણસની સામે ધરેલા દર્પણ જેવા ગણાય. કડછી દૂધપાકનો સ્વાદ કેવી રીતે જાણે ? જેવી રીતે ચંદનના ભાર વહન કરવા છતાં ગધેડાને ચંદનની સુવાસનો ખ્યાલ હોતો નથી તેવી રીતે મુર્ખ લોકો શાસ્ત્રગ્રંથો વાંચતા હોવા છતાં તેઓને ગ્રંથોમાં રહેલા રહસ્યનું ભાન હોતું નથી - ૧
કબીર કહે છે કે મુર્ખ લોકો પરમાત્મ તત્વને આકાશમાં હોય તેમ બહાર જ શોધ્યા કરે છે તેથી તેઓને એવું જ્ઞાન પ્રાપ્ત થતું નથી કે જે મળતા તેઓનું અભિમાન દુર થઇ જાય - ૨
૧. આ નાના સરખા રમૈનીના પદમાં કબીર સાહેબે શાસ્ત્રગ્રંથો મોઢે કરી લીધા હોય છતાં અજ્ઞાની હોય તેવા પંડિતોને લક્ષમાં લઈને કાવ્યમય રીતે તેઓની વૃથા પ્રવૃત્તિઓને ખુલ્લી પાડી છે અને સદુપદેશ પ્રદાન કર્યો છે કે જ્યાં સુધી પંડિતો વિનમ્ર બનીને પોતાના શરીરની અંદર પરમાત્મ તત્વને શોધવા ન પ્રયત્ન કરશે ત્યાં સુધી તેઓને કલ્યાણકારી જ્ઞાન પ્રાપ્ત થશે નહિ.
ઘણા પંડિતો એવા છે કે જેમને ચારે વેદોને અઢારે પુરાણો કંઠસ્થ હોય. તે કારણે તેઓ અભિમાનથી સમાજમાં પોતાની જાતને મોટી પણ લેખાવતા હોય છે. તેઓમાં વિકારો ઓછા થવાને બદલે વધતા જ રહે છે. તેથી તેઓ ઊંચ કુળમાં જન્મેલા હોવા છતાં નીચ જ ગણાય છે. કારણ કે તેમણે પરમાત્માનાં દર્શન થયેલાં હોતાં નથી. આંધળા માણસની સામે જેમ દર્પણ ધરવાની ક્રિયા વૃથા અથવા તો નકામી જ ગણાય છે તેમ તેઓની શાસ્ત્રગ્રંથોના વાચનની પ્રવૃત્તિ નિરર્થક માનવી જોઈએ. તેઓ ભલે અક્ષર જ્ઞાનથી સંપન્ન પંડિતો હોય પરંતુ તેમની અંતરની આંખ ઉઘડેલી નથી હોતી. તેથી કહેવામાં આવ્યું છે કે
યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રં તસ્ય કરોતિ ક્રિમ કે
લોચનાભ્યાં વિહીનસ્ય દપર્ણ: કિં કરિષ્યતિ
અર્થાત જેની અંતરની આંખો ઉઘડી જ નથી તેને શાસ્ત્રનો લાભ કેવી રીતે મળે ? આંધળા માણસોને દર્પણ ધરવાથી શો લાભ ? શ્રીમદ ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણે અર્જુનને આજ સંદર્ભમાં પોતાના સ્વરૂપનું દર્શન કરાવતી વેળાએ કહ્યુ છે.
તારી આંખે ના તને દેખાશે મુજ રૂપ
દેવી આપું આંખ હું, જો તું દિવ્ય સ્વરૂપ.
સત્પુરુષો અને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલો બુધ્ધિયોગ કહે છે અર્જુનને બુધ્ધિયોગની પ્રાપ્તિ થઇ તેથી તેને પરમાત્મ સ્વરૂપનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હતો.
૨. દરબી એટલે ગામડી ભાષામાં કડછી. દૂધપાકમાં કડછી લાંબા સમય સુધી રહે છતાં દૂધપાકનાં સ્વાદનું તેને જ્ઞાન થતું નથી. તેવી જ રીતે ચોવીસે કલાક શાસ્ત્ર ગ્રંથોનું પોપટ પારાયણ કરનારને કે સાંભળનારને પરમાત્મ તત્ત્વનું જ્ઞાન થતું નથી. મુક્તિ ઉપનિષદમાં આવા જ પ્રકારનો એક શ્લોક છે.
અધીત્ય ચતુરો વેદન્ સર્વશાસ્ત્રાળ્યનેકશ:
બ્રહ્મતત્વં ન જનાતિ દર્વી પાકરસં યથા
અર્થાત ચારે વેદોને તમામ પ્રકારના શાસ્ત્રો વાંચ્યા કરે છતાં જેની પ્રજ્ઞા ખુલી નથી તેવા મૂઢ માણસો બ્રહ્મતત્વને ઓળખી શકતા નથી. જેવી રીતે દૂધપાકના સંપર્કમાં સતત રહ્યા છતાં કડછી દૂધપાકના સ્વાદનું થૂલ્ય કદી પણ જાની શક્તી નથી તેવી રીતે મૂઢ માણસો સતત અભ્યાસ કરતા જણાય છતાં બ્રહ્મને જાની શકતા નથી.
૩. કબીર સાહેબ પોપટ પારાયણ કરનારા પંડિતોને ગધેડા સાથે સરખાવે છે. શ્રીમદ ભાગવતમાં પણ એવી જ સરખામણી કરીને કહેવામાં આવ્યું છે કે જેવી રીતે ગધેડો સતત ચંદનની લાકડીઓનું વજન ખેંચ્યા કરે છે છતાં તે ચંદનની સુગંધનું મૂલ્ય તે જાણતો નથી હોતો તેવી રીતે જે પંડિતો સતત વેદોનો તથા શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યા કરે છે છતાં સાર શબ્દન રહસ્યની તેઓની જાણ થતી નથી.
૪. તેવા પોપટ પારાયણી પંડિતો પરમાત્મ તત્વને બહાર જ શોધ્યા કરે છે. 'અસમાના' શબ્દ આસમાન શબ્દનું અપભ્રંશ રૂપ ગણાય. તેઓ આસમાનમાં એટલે આકાશમાં પરમાત્મા રહેલા હોય તેવી રીતે તીર્થોમાં, મંદિરોમાં કે ગહન એકાંતોમાં શોધ્યા કરે છે. ખરેખર, પરમાત્મા તો પ્રત્યેક શરીરમાં રહેલા છે. જરા નિશ્ચિંત થઇ પોતાના શરીરમાં અંતર્મુખ ન બને ત્યાં સુધી જીવ પોતાનું કલ્યાણ સાધી શકતો નથી. અંતર્મુખ બન્યા પછી જ સતત સાધનામય રીતે જીવન જીવનાર પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર પામી શકે છે અને પોતાના જન્મને કૃતાર્થ કરી શકે છે. જ્યાં સુધી અંતર્મુખ ન થાય અને માત્ર બહિર્મુખ થઈને તીર્થોમાં કે મંદિરોમાં પરમાત્માને શોધે ત્યાં સુધી અનેક જન્મો વીતે તો પણ તેનો દાંડો વળતો નથી. માત્ર શાસ્ત્રગ્રંથોન અભ્યાસથી તેઓમાં ગુમાનની એટલે કે અહંકારની જ માત્રા વધે છે અને તે એટલે સુધી વધે છે કે તેની આડમાં પરમાત્મા નિત્ય સંતાયલા જ રહે છે. અસમાનાનો બીજો અર્થ પણ થઇ શકે. અસ એટલે એવું માના એટલે પદ. એવું પદ પ્રાપ્ત થયું નથી કે જેની પ્રાપ્તિથી અભિમાન પણ દૂર થઇ જાય.
English translation and commentary by Dr. Jagessar Das, M. D.
Dr. Jagessar Das, M.D. has published several books on the mystical teachings of Guru Kabir. We highly appreciate his granting us permission to use the material from two of them: The Bijak of Guru Kabir, Volume - 1, Ramainis, and The Bijak of Guru Kabir, Volume - 2, Shabdas.
Meaning:
For the ignorant person, the Vedas and the Puranas are like a mirror to a blind person; Whence does the spoon know the flavour of the food? Just as a donkey loaded with sandalwood does not know the fragrance, just so the ignorant person does not know the essence of the Vedas and the Puranas. Kabir says that ignorant people try to find God in the heavens, but lacking self-realization, their ego do not vanish.
Commentary:
What an apt metaphor expressed in this ramaini for people who read the scriptures and do not get the essence! Just as the blind person cannot see himself in the mirror, just so many people read the scriptures but not obtaining their essence, they are not able to mould their own lives into truly spiritual ones. Just the spoon, though it is repeatedly dipped into delicious foods, does not know their taste, or just as a donkey loaded with fragrant sandalwood does not realize the fragrance, just so many people read the scriptures and do not relish the nectar which flows from them. They continue in their old pattern of life and behaviour. They think that God dwells somewhere in heaven, not realizing that God is present in their own being. They manifest the consciousness of God and can never be separated from God. As long as people lack Self-realization they will continue to blunder on life's path. Would that people should dispel their ego and ignorance and awaken to a spiritual life?
Add comment