કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
છાંડહુ પતિ છાંડહુ લબરાઈ, ૧મન અભિમાન તૂટિ જાઈ
જન ચોરી જો ભિચ્છા ખાઈ, સો બિરવા પલુહાવન જાઈ - ૧
પુનિ સંપતિ ઔ પતિ કો ધાવૈ, સો બિરવા સંસાર લૈ આવૈ - ૨
સાખી : ૨જૂઠ જૂઠ કરિ ડારહૂ, મિથ્યા યહ સંસાર
તિહિ કારનમેં કહત હૌં, જાતે હોય ઉબાર
સમજૂતી
સ્વામીપણુ છોડ અને જૂઠાપણુ છોડ. ત્યારે જ તારા મનનું અભિમાન પણ તૂટી જશે. જે માણસ ચોરી કરી ભીક્ષા માંગીને ખાય છે તે સંસાર રૂપી વૃક્ષને નવપલ્લવિત જ કર્યા કરે છે. - ૧
જેમ જેમ સ્વામી બનીને સંપત્તિ એકત્ર કરવા તરફ દોડે છે તેમ તેમ તેને ભાગે સંસાર જ આવે છે. - ૨
સાખી : તેથી જ હું કહું છું કે આ સંસારની સંપત્તિ મિથ્યા છે, નાશવંત છે એવું વિચારી ડાર્યા કરવાથી તારો ઉદ્ધાર થશે.
૧. ધન સંપત્તિ જીવન જીવવા માટે આવશ્યક સાધન જરૂર છે પણ અભિમાની જીવ તેને જ સાધ્ય માની જીવન તો પરિણામ દુઃખદાયી જ નીવડે. હું જ કરૂં છું, મારાથી જ બધું થાય છે એવી માન્યતા જીવને ખોટી દિશામાં લઈ જાય છે. તેના બચાવ માટે જૂઠાણું પણ ખૂબ ચલાવવું પડે છે તે એક હકીકત છે. તેથી અપરિગ્રહ વૃત્તિનુ પણ મહત્વ ગાવામાં આવે છે. મારૂં મારૂં કરીને ભાવના અને મિથ્યા વાદવિવાદ મનમાંથી દુર થાય તો મન નિરભિમાની જરૂર બની શકે.
૨. આત્મકલ્યાણ કરવામાં આ સંસારની સંપત્તિ કે આ સંસારના વ્યવહારો તથા સંબંધો કશા ઉપયોગના નથી. સંપત્તિ તરફની દોડ, સંબંધો તરફની આસક્તિ મનમાં સંસારની ભાવનાને દૃઢ બનાવે છે. તેથી મનમાં વધતું જતું સંસારરૂપી વૃક્ષને ગીતા છેદી નાંખવાનું કહે છે.
દૃઢ આ દ્રુમ સંસારનું એમ વિચારી જે
અનાસક્તિના શસ્ત્રથી છેદે બુધજન તે. (સરળ ગીતા અ-૧૫)
બુદ્ધિશાળી માણસ મનને અનાસક્ત રાખી સંસારમાં રહ્યા છતાં અલિપ્ત થઈ શકે છે.
Add comment