કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ધરમ-કથા જો ૧કહતે રહઇ, લાબરિ નિત ઉઠિ કહઇ
લબરિ બિહાનૈ લાબરિ સંઝા, ઈક લાબરિ બાસ હૃદય મંઝા - ૧
૨રામહું કેર મરમ નહીં જાના, લે મતિ ઠાનિનિ વેદ પુરાના
વેદહું કેર કહલ નહીં કરઇ, જરતઇ રહૈ સુસ્ત નહિ પરઇ - ૨
સાખી: ગુનાતીતકે ગાવતે, ૩આપ હિ ગયે ગંવાય
૪માટી તન માટી મિલ્યો, પાવન હિ પવન સમય.
સમજુતી
રોજ સવારે ઉઠીને કથાકારો ધાર્મિક કથાઓં કહ્યા કરે છે તે તો ખરેખર મિથ્યા બકવાદ જ છે. સવાર સાંજ તેવા પ્રલાપોથી તેમના હૃદયમાં અભિમાન અડ્ડો જમાવે છે. - ૧
રામનું રહસ્ય ખરેખર તેઓ જનતા નથી હોતા છતાં તેઓ વેદને પુરાણોને તેમણે નક્કી કરેલા અર્થોવાળી વાતો કહ્યા કરે છે, વેદોમાં જણાવ્યા પ્રમાણે ખરેખર તો તેઓ કશું કરતા નથી હોતા. તેઓના હૃદયમાં અશાંતિનો અગ્નિ જલ્યા જ કરતો હોય છે, તે શાંત થતો જ નથી. - ૨
સાખી: માત્ર મોઢેથી ભગવાનની કથા ગાયા કરવાથી તેઓ પોતે જ સંસારમાં ડૂબી જાય છે. માટીનું બનેલું શરીર રાખ થઇ માટીમાં ભળી જાય છે અને પ્રાણ વાયુમાં લીન થઈ જાય છે !
૧. માત્ર મોઢેથી ભગવાનની કથા કરતા રહેવાથી શું વળે ? જીભ રામનું નામ રટ્યા કરે પણ અંતરમાં કામ, ક્રોધ ને લોભનો અગ્નિ સતત સળગ્યા કરે તો ઘાંચીના બળદની માફક સવારથી સાંજ સુધી સતત ચાલ્યા કરે તો પણ એક તસુ જેટલું પણ આગળ જઇ શકાતું નથી. પ્રસિદ્ધ કથાકારોના જીવનમાં ડોકિયું કરવામાં આવે તો કબીર સાહેબની આ વાત સ્હેજે સમજાય એવી છે. કથાકારોએ પહેરવેશ તો એવો ધારણ કર્યો હોય છે કે જાણે તે બહુ મોટો ધર્મવેત્તા હોય ! કથા એવી ઢબે કરતો હોય કે જાણે તેને ભગવાનનાં દર્શન કર્યા જ હોય ! પરંતુ ખરેખર તેનાં આંતરિક જીવનમાં તે સ્હેજ પણ સુખશાંતિનો અનુભવ કરતો જણાતો નથી. તેનું હૃદય તો કામનાઓથી ભરેલું હોય છે; લોભ લાલચથી ખરડાયેલું હોય છે. તે કથા કરે છે, ધનના લોભથી. તે કથા અરે છે, મનોરંજનનાં હેતુથી. તેથી જ કહેવામાં આવ્યું છે કે
વાગ્વૈખરી શબ્દઝરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ્
પાંડિત્યમ્ વિદુષમ્ તદ્ તદ્ ભુક્તયે ન તુ મુક્ત યે
અર્થાત મોઢેથી મીઠી મીઠી વેખરી વાણીની શબ્દધારા વહેડાવવી, શાસ્ત્રોની આકર્ષક ઢબે કથા કરવી, મંત્રમુગ્ધ કરે તેવું વ્યાખ્યાન આપવું અને કુશળતા પ્રાપ્ત કરી પંડિત બનવું એ બધા ગુણો કથાકારોને ભોગ અપાવે છે. મુક્તિ નહીં. માટે કથાકારોના જીવનનું અનુકરણ કરવા જેવું નથી.
૨. કથાકારોની વાણી ભલે આકર્ષક લાગતી હોય પણ તેઓના અંતરનો વિકાસ થયેલો હોતો નથી. તેઓની વાણી અનુભૂતિ વિનાની ગણાય. પરમાત્મ તત્ત્વનું રહસ્ય તેથી તેઓ જાની શકે નહીં. 'લે મતિ કાનિનિ' એટલે અગાઉથી નક્કી કરેલ નિર્ણયને ટેકો આપવા માટે જ તેઓ વેદપુરાણની વાતો કરે છે. પરમાત્મ તત્ત્વનો સાક્ષાત્કાર થયો છે તેથી નહીં. ઉપનિષદમાં કહ્યુ છે કે
અનુભૂતિં વિના મૂઢો વૃથા બ્રહ્મણિ મોદતે
પ્રતિબિબિત શાખાગ્ર ફલાડડસ્વાદનમોદવત્ (મૈત્રે. ઉ. ૨/૨)
અર્થાત પડછાયામાં દેખાતા ફળના આસ્વાદથી કલ્પિત સુખ જ મળે છે. સાચું સુખ મળતું નથી. મૂર્ખ માણસો જ કલ્પિત સુખમાં રાચતા હોય છે.
૩. "આપ હિ ગયે ગંવાય" એટલે પોતાના સ્વરૂપને ભૂલી જઈ સંસારમાં ડૂબી જવું. સ્વરૂપની ઓળખાણ જેણે થાય તેનું મન હંમેશ આત્મલીન રહેતું હોવાથી તેમાં સંસાર રહેતો નથી. સંસારની ભાવના તેવા જ મનમાં વૃધ્ધિ પામે કે જેણે સ્વરૂપની વિસ્મૃતિ કરી હોય.
૪. સ્વ સ્વરૂપની પેહચાન ન થવાથી જીવનો ફેરો નકામો ઠરે. જે શરીરમાં તેને સ્થાન પ્રાપ્ત કરેલું તે શરીર તો નાશવંત હોવાથી ખરેખર ભસ્મીભૂત થઇ જાય છે. મૂલ્યવાન જણાતો પ્રાણ પણ શરીરની બહાર વ્યાપકપણે પ્રસરી રહેલા પવનમાં એકરૂપ થઈ જાય છે. જીવને જેને માટે આસક્તિ થયેલી તે તો આ રીતે નાશ પામે છે. જીવને આસક્તિ થાય તો પોતાના સ્વરૂપ માટે થવી જોઇએ. જ્યાં સુધી સ્વરૂપની જીવને ઓળખાણ થાય નહીં ત્યાં સુધી જીવ ભ્રાન્ત મનોદશા વડે અહીં તહીં ભટક્યા જ કરશે. તેને ચેન નહીં પડે. પરમ સુખનો તે અનુભવ નહીં કરી શકે.
કબીર સાહેબ આ રીતે પોતાના નિજી સ્વરૂપને જાની લેવાની વાત પર ભાર આપે છે.
English translation and commentary by Dr. Jagessar Das, M. D.
Dr. Jagessar Das, M.D. has published several books on the mystical teachings of Guru Kabir. We highly appreciate his granting us permission to use the material from two of them: The Bijak of Guru Kabir, Volume - 1, Ramainis, and The Bijak of Guru Kabir, Volume - 2, Shabdas.
Meaning:
Those who keep on giving religious discourses, get up in the morning and start telling lies;
They tell lies in the morning and in the evening; only one thing, falsehood, remains in their hearts;
They do not know the secret of God, and yet, they give discourses on the Vedas and the Puranas (scriptures of India);
They do not obey the teachings of the Vedas; they keep on burning, yet their zeal for lying does not subside.
Sakhi:
Though they sing the glories of God, they, themselves, become lost;
The body of clay mingled with the clay and the breath with the air.
Commentary:
People all over the world, belonging to various religions, keep on giving religious discourses to their congregations. Somehow their messages do not get through to their audience because people ever remain the same. The main reason for not effecting a change in people’s hearts is that the preachers themselves are not perfect. They are themselves involved in the various passions of the mind and are given to sense gratifications. They themselves have their personal biases and pet theories. They are themselves swayed by certain traditions to which they belong, and close their minds to other traditions, and even to sources of truth. A religion can be popular and have a large following, but not touch of the fountain of Truth. The reason is that all religions are propagated by man. As Mahatma Gandhi pointed out: “Man is himself imperfect. Any spiritual truth that has to go through an imperfect medium itself becomes imperfect”. Preachers do not preach universal scripture, but sectarian scripture, and so cannot make a universal appeal.
It is because of such conditions existing in the world that Guru Kabir has pointed out that people giving religious discourses are just telling lies. They do not truly understand the mystical or metaphysical teaching of their religion, and yet they speak as if with authority. People with intelligence and open minds cannot accept the false teachings propagated by many preachers. It is for such a reason that there are many people who grow disillusioned with religion. Often religion remains as a hollow shell without a spiritual heart.
If a religious teacher, himself, does not know the secret of God that dwells as the spirit within, how can he make that obvious to this congregation. God is that ever-present, Eternal Power dwelling within and manifests as life and consciousness. One does not have to go anywhere to find God, but within himself. And when one finds God within himself, he does not have to teach as preachers do all over the world. He imparts his teaching humbly to true devotees, as any Satguru will do. A self-realized spiritual teacher does not deliver fist-pounding, guilt-evoking, haranguing, passionate and magnified gestural lectures. He simply and humbly imparts spiritual teaching to his disciples. Such theatrical performers are burning in their own ego and passions. How can they convey Truth to others? Such people sing the glories of God but are lost in the byways of passions, cravings and the allurements of sense pleasures. In the end, they mingle with the clay, not having realized the secret of God in their own lives.
Add comment