કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ફિરહુ કા ફૂલે ફૂલે ફૂલે !
જબ દસ માસ અઉંધ મુખ હોતે, સો દિન કાહે ભૂલે ! - ૧
જૌં માખી સહતે નહિ બિહુરે, સોંચ સોંચ ધન કીન્હા
મુયે પિછે લેહુ લેહુ કરૈં સબ, ભૂત રહનિ કસ દીન્હા - ૨
જારે દેહ ભસમ હોઈ જાઈ, ગાડે માટી ખાઈ
કાચે કુંભ ઉદક જૌં ભરિયા, તનકી ઈહૈ બડાઈ - ૩
ચેતિ ને દેખુ મુગધ નર બૌરે, તોહિતે કાલ ન દૂરિ
કોટિક જતન કરહુ યહ તનકી, અંત અવસ્થા ધૂરી - ૪
વાલૂકે ધરવા મંહ બૈઠે, ચેતક નાહિ અપાના
કહંહિ કબીર એક રામ ભજે બિનુ, બૂડે બહુત સયાના - ૫
સમજૂતી
હે માનવ તું મદોન્મત થઈ શા માટે ફર્યાં કરે છે ? માતાના ગર્ભમાં દસ મહિના સુધી ઊંધે મોઢે તું રહેલો તે દિવસો શા માટે ભૂલી જાય છે ? - ૧
જેવી રીતે મધમાખી પોતે મધપૂડાથી છૂટી પડી પોતે ભેગું કરેલું મધનો ઉપભોગ કરી શક્તિ નથી તેવી રીતે તું ભેગું કરેલું ધન વાપરી શકવાનો નથી. તારા મરણ વખતે તારા સંબંધીઓ ધન લઈ પડાપડી કરશે ને કહેશે કે આ ભૂતને અહીં હજી કેમ રહેવા દીધો છે ? - ૨
આ દેહને બાળવાથી ભસ્મ થઈ જાય છે અને દાટવાથી માટી પોતે ખાય જાય છે. જેવી રીતે કાચા ઘડામાં પાણી ટકતું નથી તેવી રીતે આ શરીર કાયમ રહી શકતું નથી, એવી તો આ શરીરની મોટાઈ છે ! - ૩
મરણ વખતે તારી પોતાની પત્ની ઘરના ઉંબરા સુધી અને તારા ગણાતા સ્વજનો સ્મશાન સુધી સાથે આવશે. તને લઈ જવા માટે બનાવેલી ઠાઠડી ઠેઠ ચિતા સુધી સાથે આવશે. પછી તો જીવે એકલા જ જવું પડશે ! - ૪
હે મોહમાં છકી ગયેલો જીવ, તું કાળને વશ થઈ સંસારરૂપી કૂવામાં પડ્યો છે ! રામને કેમ રટતો નથી ? કબીર કહે છે કે જેમ પોપટ ભ્રમણાથી વાંસની નળી સાથે પોતે બંધાયેલો માને છે તેમ તું પણ તારી જાતે જ બંધાયેલો છે ! - ૫
ટિપ્પણી
“ફૂલે ફૂલે” - મોહની અવસ્થામાં મનુષ્ય અભિમાનથી આંધળો બની જાય છે. રાજા હોય કે રંક, ગરીબ હોય કે તવંગર, ઊંચ હોય કે નીચ, સૌને માટે આ સત્ય છે. મદાંધ કોઈનું સાંભળે નહિ. તેને ઉપદેશ આપનાર દુશ્મન જેવો લાગે. તેથી માનવજીવનની નક્કર વાસ્તવિક્તાને કબીર સાહેબ યાદ કરાવી અહીં જીવને ચેતવણી આપે છે. માતાના ગર્ભમાં ઉંધે મોઢે દસ મહિના સુધી લટકી રહેવાની સ્થિતિથી કોણ બાકાત છે ? અને એ સ્થિતિ શું સુખદ ગણાય ?
“મૈં માખી ....” - મધમાખી મહેનત કરીને મધપુડામાં મધ એકત્ર કરે છે પણ તે મધનો તે જાતે તો ઉપયોગ કરી શકતી નથી. સંપત્તિને જ સુખનું કરણ માનનાર મહેનત કરીને ધન ભેગું તો કરે ચ છે પણ હકીકતે તે જાતે તો ઉપભોગ કરી શકતો નથી. અને બને છે એવું કે તેણે જે કાંઈ ભેગું કરેલું હોયુ છે તે તેના ગણાતા સ્વજનોમાં તો ઝઘડાનું કારણ બની જાય છે ! તેને પ્રાપ્ત કરવા ખૂનામરકી સુધીની ઘટમાળ બન્યા કરે છે.
“ભૂત રહનિ કસ દીન્હા” - ભેગા કરેલા ધનમાં વાસના રહી જતી હોવાથી તે જીવ ભૂત બને છે એવી લોકમાન્યતા કબીર સાહેબ રજૂ કરે છે. મૃતદેહને તેથી જ લોકો વગે કરવાનું પસંદ કરે છે. કબીર સાહેબ અહીં વ્યંગ્યાત્મક રીતે માનવમનમાં રહેલા લોભને વ્યક્ત કરે છે.
“તનકી ઈહૈ બડાઈ” – “ઈસ તન ધનકી કૌન બડાઈ” એ સુપ્રસિદ્ધ કબીર સાહેબનું પદ અહીં યાદ કરવા જેવું છે. કબીર સાહેબ અહીં શરીરતી ક્ષણભુંગરતા વ્યંગ્યાત્મક રીતે ‘બડાઈ’ શબ્દનો પ્રયોગ કરી રજૂ કરે છે.
“દેહરિ” એટલે ઉંબરો. એક પ્રકારની ઘરની સરહદ.
“મૈં લલની ભ્રમ સૂવા” - પારધી લોકો પોપટને પકડે છે તે રીત યાદ કરવાથી માનવ મનની ભ્રમણાને સાચો ખ્યાલ આવે છે. પાણી ભરેલું રહે તેવા ખાડામાં કે તળાવનાં પાણીમાં પારધી બે લાકડા ઉભાં કરે દે છે. વાંસની પોલી નળીમાં પાતળો દોરો પરોવી બંને લાકડાં સાથે બાંધી દે છે. પોપટ જ્યારે પાણી પીવા આવે છે ત્યારે તેના પર લાલ મરચું જોઈ તે ખાવાની લાલચે તેના પર બેસે છે. જેવો પોપટ બેસે છે તેવી જ વાંસની નળી ફરી જાય છે. પોપટ ઉંધે માથે થઈ જાય છે. પોપટને એવો ભ્રમ થઈ જાય છે કે વાંસની નળીએ મને પકડી લીધો છે. હકીકતે તો પોપટે જ પેલી વાંસની નળી ભયથી જોર કરી પકડી લીધી હોય છે. આ નાજુક ક્ષણોમાં પારધીનો શિકાર બની જાય છે. માણસનું પણ એવું જ છે. મોહિત થયેલું મન સંસારને પકડી રાખે છે. પણ સંસારે તેણે પકડ્યો હોય તેવી માણસ ફરિયાદ કરતો જણાય છે. રડતો રડતો તે કાળને શિકાર બની જાય છે.
Add comment