Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અઉલિયા = ઓલિયા
એકથ = કહી ન શકાય તેવું
અકરમ = અકર્મ-કર્મ ન કરવું તે
અખદ્ધ = અખાદ્ય-ખાઈ ન શકાય તેવું
અચરજ = આશ્ચર્ય
અચ્છય = અક્ષય-અમર
અચ્છર = અક્ષર
અચારા = આચાર
અઉંધ = ઊંધો
અછલૌં = થવું - હોવું
અધાઈ = તૃપ્ત કે તૃપ્તિ
અદબુદ = અદ્દભુત
અધિકાઈ = મોટાઈ
અમિથ્યા = સત્ય
અનબોલા = કહ્યા વગર
અનહદ = હદ વિનાનું કે અનાહત શબ્દ
અનૂપ = અનુપમ-અજોડ
અનિબનિ = અનેક
અમલી = વ્યસની
અનકો = અનાજને
અમોલિક = અમૂલ્ય
અમહલ = ત્યાગી કે નિવાસ વિનાનું
અદલ = સત્તા કે હકુમત
અપનપૌ = પોતાપણું અથવા આત્મ ગૌરવ
અમાવસ = અમાસ
અબૂઝા = અજ્ઞાની
અધાર = આધાર
અરધે = નીચે
અલીક = શૂન્ય
અરથાવૈ = અર્થ કરે
અવર = બીજું
અસનાન = સ્નાન
અસમાન = આકાશ
અહમક = મૂર્ખ
અયાના = અજ્ઞાની
ચહેરા = શિકાર
અસિયાસૈ = એંસી સો એટલે આઠ હજાર
અંચવૈ = આચમન કરે
અંદેશા =  ભય - ચિંતા - સંશય
અચંવન = આચમન
આંતા = આંતરડું
આપુહિ = પોતે
આતસ = અગ્નિ
આસિક = પ્રેમી

ઈનતે = એનાથી
ઈતતે = આલોકથી
ઈતબારા = વિશ્વાસ
ઈસર = ઈશ્વર
ઈસરી = ઈશ્વરી અથવા ઈશ્વરની
ઉચરે = બોલે
ઉદક = પાણી
ઉદર = પેટ
ઉદાસી = ઉદાસીન
ઉદધિ = દરીયો
ઉજિયારા = પ્રકાશ
ઉનિમંહ = તેઓ માં
ઉતતે = તે લોકોથી
ઉજારી = ઉજ્જડ કરી
ઉડાને = ઉડી ગયું
ઉચાયો = ઉપર ઉઠાવ્યો
ઉપરાજા = ઉત્પન કર્યા
ઉપજે = ઉત્પન થાય
ઉપાઈ = ઉત્પન્ન કર્યું
ઉબે = ઉપર જેવું
ઉરધે = ઉંચે
ઉલિટા = ઉલટાવીને
ઉલંધૈ = ઓળંગે
ઉહવાં = ત્યાં
ઊજુ (વુજૂ) = હાથ પગ ધોવાની ક્રિયા
ઊંસર = નકામી-નિષિધ
ઉરગ = સાપ

ઓટા = આડ
ઔઘટ = ઘાટ વિનાનું
ઔંધ = ઉંધો
ઔરતિ = સ્ત્રી
ઔસર = અવસર અથવા મોકો

કપિ = વાનર
કમલા = લક્ષ્મી
કલ = કળ અથવા શાંતિ
કલપ = કલ્પ - યજ્ઞના પ્રકારો ને તેની પદ્ધતિ બતાવનારો ગ્રંથ
કરવા = નળી વાળો લોટો
કલિંગ = કાલિ નામનો દૈત્ય
કહાંતે = ક્યાંથી
કષયરસ = દારુ
કરહ = દાંડી
કરતારા = કર્તા તરીકે
કરેજ = કલેજું
કાહુકા = કોઈના અથવા કોઈના
કાગદકાર = કાગદી
કારકુડ = કારકુન
કાગા = કાગડો
કિછુઉ = કાંઈ નહીં
કિનહુન = કોઈને પણ
કીરતમ = કુત્રિમ
કિસાન = ખેડૂત
કિતેબ = પુસ્તક
કીલી = કિલ્લો
કુલીન = ઉંચાકુળનો
કુતબા = ગ્રંથપાલ અથવા પુસ્તકો રાખનાર
કુહિયા = ભોંકી દીધી
કુકરિ = કુતરી અથવા સુતરની આંટી
કુટિલ = કપટી
કુલાલ = કુંભાર
કૂટિ = નિંદા - કૂથલી
કેતિક = ક્યાં સુધી - કેટલા
કેહરિ = સિંહ
કેવટ = માજીમાર - હોડી હાંકનાર
કોટવલિયા = પહેરેગીર
કોખ = પેટ
કેંવાર = આગળો
કંવલ = કમળ
કંદલા = ગુફા
કુંડલ = કુંડલિની શક્તિ
કુંજલ = હાથી

ખટ્ટ = ખાદ્ય-ખાય શકાય તેવું
ખપૈ = ખપી જાય
ખન = ક્ષણ
ખટોલા = ખાટલો અથવા ઠાઠડી
ખરગ = તલવાર
ખસમ = પતિ
ખવાસી = સેવા
ખીજૈ = ખીજવાઈ જવું
ખુમારી = પ્રેમ
ખુદી = અહંકાર
ખેડા = ગામ
ખેદે = ભગાવે કે ભગાડે
ખેતૂ = સંગ્રામ
ખંદા = ખાય જવું અથવા ખાધા કરવું

ગઢન = ઉત્પત્તિ
ગવન = ગમન
ગનૌ = ગણાય
ગવની અથવા ગૌની = ગમન કરવું
ગરબ = ગર્વ - અભિમાન
ગૌબરૌરા = મોટો કીડો
ગારી = ગાળ - અપશબ્દ
ગાવ નિહાર = ગાનાર
ગાહક = ગ્રાહક
ગવાંચે = ગુમાવી
ગાડૈ = દાટે
ગિરહી = ગૃહસ્થી
ગહિયા = ગ્રહણ કરનાર
ગૂદ = મજ્જા
ગ્રાસૈ = ગળી જનાર
ગાંઠિ = ગાંઠ
ગાંવ = ગુંથવું
ગંગ = ગંગા
ગંજન = અવજ્ઞા અથવા અવગણના
ગંદા = મેલા
ગૈયા કે ગઈયા = ગાય
ગ્રિહ = ઘર
ઘ્રીન = નીચ-ખરાબ-હલકું
ઘનેરે = ઘણા
ઘટ = શરીર

ચપટ = દમન કરે
ચરના = ચરણો-પગો
ચરખુલા = ચરખો - રેંટિયો
ચહલે = કીચડ-કાદવ
ચાખુર = દાતરડી
ચારા = ખોરાક
ચાત્રિક = ચાતક પક્ષી
ચારિફલ = ધર્મ, અર્થ, કામને મોક્ષ ચાર ફળો
ચારન = આચરણ
ચીન્હા = ઓળખ્યા
ચ્રીઉંટી = કીડી
ચુંડિત = ચોટલીવાળા
ચુવે = ટપકે
ચૂનરી = ઓઢણી
ચોંચ = ચાંચ
ચાંપિ = દબાવીને
ચોખ = સીધેસીધા
ચૌક = લગ્નની વેદી
ચૌપરિ = ચોસરની રમત

છંદ = વેદો માં વપરાયેલા છંદોનું વિજ્ઞાન બતાવતો ગ્રંથ
છાનવે = છન્નુ (૯૬)
છાગર = બકરો
ધાહી = છાયા
છિરિયાઈ = ફેલાયેલી
છીજૈ = ક્ષીણ થાય
છેરી = બકરી
છાંછરી = માછલી
છાંડિ = છોડીને
છૂતિ = અસ્પૃશ્યતા

જરા = ઘડપણ
જતન = યત્ન અથવા સંભાળ
જરિ = જડમૂળ
જમ = યમરાજ
જનેઉ = જનોઈ
જત્ત = જતિ - યતી - સાધુ - ત્યાગી
જગાઈ = જગાડી
જાગત = જાગતા રહો
જાગ = યાજ્ઞવલ્ક્ય મુનિ
જાહિતે = જેના વડે
જારૈ = બાળે
જારબ = સળગાવી દેવું
જાત = જતી વખતે
જહંડાયા = દુઃખી થયા
જોલાહા = વસ્ત્રોનું વણાટકામ કરનાર કારીગર
જોય = સ્ત્રી
જિહિ = જેને
જિમિ = પૃથ્વી
જિયાજંતુ = જીવજંતુ
જેલાવે = ખવડાવે
જેહિયા = જેને
જેંવન = જમણ
જમ્બુક = જીવ જંતુ
જેલાવે = ખવડાવે
જમ્બુક = શિયાળ
જૂતુન = લડવું
જ્યોતિષ = વેદના છ અંગોળાનું એક અંગ કે જેવાં યજ્ઞાદિ ક્રિયા માટે સમયનું ગણિત રજૂ કરતો ગ્રંથ

ઝારી = સંપૂર્ણ પણે
ઝુરી = ભારી, લાકડાની નાની ભારી
ઝીં ઝીં = સુક્ષ્મ - ઝીણી ઝીણી

તકાવ = બરાબર જોઈને
તજલૌ = છોડી જવું
તતબીર = ઉપાય
તલફિ = તડપી-દુઃખી થવું
તનકિ = નાની સરખી
તરબ = તરી જઈ
તરન = તરી જનાર અથવા મુક્ત જીવ
તરિવર = ઝાડ
તાતે = એનાથી અથવા તેથી
તાગ = સૂતરનો તાતણો
તારન = બીજાને તારનાર
તિરિદેવા = ત્રિદેવો : બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
તિરગુન = ત્રિગુણ : સત્વ, જર ને તમ
તુલાની = ઉપસ્થિતિ-હાજરી
તુહરિ કે તુહારિ = તમારી
તુરુક = મુસલમાન
તૂંબા = તુંબડું

ત્રિષા = તરસ
ત્રિસુના = તૃષ્ણા-ઈચ્છા
ત્રિકુટી = બે ભ્રમણ વચ્ચેની કપાળ પરની જગ્યા

થાપિને = સ્થાપના કરી

દલ = સમૂહ
દાઈજ = દહેજ
દાદુર = દેડકો
દિસિ = દિશા
દિન = મજહબ - સંપ્રદાયનાં અર્થમાં
દીક્ષા = યંત્ર
દિગ = નજર
દુતિયા = બીજા
દુહિયા = દોહી
દુલ્હા = વરરાજા
દુસ્મતિ = દુષ્ટબુદ્ધિ
દૂજા = બીજા
દુર્દુર = દેડકો
દોજખ = નરક
દૌ = દવ-જલમાં પકડાતી આગ

ધઈલ = પકડવું
ધરણી = પૃથ્વી
ધરિન = ઘરેલું
ધમારી = ધમાલ-ધમાચકડી
ધાવૈ = દોડે
ધાન = અનાજ
ધિય = પુત્રી
ધીમર = ઢીમર-માછીમાર
ધૂર = ધૂળ

ટકસાર = સદ્દગુરુના સાર શબ્દ
ટેઢો = વાંકો
ટારા =  ટાળી દેવો
ટોટી = નળી-નારચું

ઠગોરી = ઠગાઈ-છેતરામણ
ઠાઢ = ઉભો
ઠૌર = સ્થાન

ડારા = ડાળીઓ-ઝાડની શાખાઓ
ડાહૈ = બળતરા
દ્વાત = ખડીયો
ડીલી = હૃદયનો ભાગ
ડિંભ = ઢોંગ-આડંબર
ડેરા = પડાવ
ડારે = છોડી દેવું
ડોરે = દોરડાથી

ઢુકિ-ઢુકિ = ઘુસી જઈને
ઢારો = ફેંકો
ઢોટા = પુત્ર

નલ = મનુષ્ય
નયન અથવા નૈન = આંખ
નપાક = અપવિત્ર
નિજુકૈ = અપનાવીને
નિવરે = નિવારણ કરે
નિકલંકિ = કલ્કી અવતાર
નિકટ = પાસે
નિવાજ = દયા કરનાર
નિરખ = નિરીક્ષણ કે પરિક્ષા
નિસુવાસર = રાતદિવસ
નિરવાન = મોક્ષ
નિધાના = ધાનના ભંડાર
નિરાસલ = નિરાશ
નિરંકાર = નિરાકાર
નિતૈ = નિત્ય હંમેશ
નિરંજન = શુદ્ધ બ્રહ્મ અથવા કાર્ય બ્રહ્મ
નિયાના = નક્કી
નિનરી = ન્યારી
નિપુણ = ચતુર
નિહોરા = પ્રાર્થના
નિરુક્તા = શબ્દોની ઉત્પત્તિ ને તમાં રહેલી સ્વર ભિન્નતાનું દર્શાવતો ગ્રંથ
નીર = પાણી
નેમી = નિયમોનું પાલન કરનાર
નૌધા = નવધા ભક્તિ : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાખ્ય, આત્મ નિવેદન
નૌ ગ્રહ = નવ  ગ્રહ : સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ ગુરુ શુક્ર, શનિ, રાહુ ને કેતુ

પષાન = પથ્થર
પતિજ = વિશ્વાસ
પટવારી = તલાટી
પરસરામ = પરશુરામ
પરસૈ = સ્પર્શ કરે
પરતીતિ = પ્રતીતિ-વિશ્વાસ
પરસાહી = બાદશાહી
પરાઈ = ભાગી ગઈ
પરિપંચ = પ્રપંચ
પરજા = પ્રજા
પરવાના = પ્રમાણિત
પરિયાના = વિશ્વાસ કરે
પયાના = પ્રયાણ
પરલૈ = પ્રલય
પરિછાંઈ = પડછાયો
પતિયારા = વિશ્વાસુ
પાછૈ = પાછળ-પછી
પાખંડ = ઢોંગ
પાણી ગ્રહણ = હસ્ત મેળાપ
પારથ = પારઘી
પાહુના = મહેમાન
પાક = પવિત્ર
પારખ = જ્ઞાન
પારખી = જ્ઞાની
પાથર = પથ્થર
પારન = પાણી
પીતર = પિત્તળ (ધાતુ)
પિઉરિયા = પ્રિયતમા
પિયહુ = પીવો
પિરાની = પીડા થવી
પાંવ = પગ
પંગા = લંગડો
પંછિક = પક્ષીની
પાંડે = પંડિત
પાંડુર = સાપ
પુંજી = મૂળ ધન
પિંડ = શરીર
પોંગરા = બચ્ચા
પુહુમિ = પુથ્વી
પોચ = ખરાબ
પૂત = પુત્ર
પછિતાના = પસ્તાશે
પતિરાઈ = વિશ્વાસ કરશે
પ્રતિપાલ = રખેવાળ
પ્રગાસે = પ્રકાશિત થાય
પૈહો = મેળવશો
પૌરાઉ = તરવું

ફુલવા = ફુલ
ફૂટી = ફોઈ-પ્રસરી
ફોરિ = ફોડીને

બકલા = છાલ
બલિહારી = ધન્યવાદ
બરાત = યગ્નની જાન
બહત્તરી = બોતેર
બછહુ = વાછરડો
બરિષ = વર્ષ
બગુલા = બગલો
બનિજિ = વેપાર
બદકરમી = ખરાબ કર્મ કરવાવાળો
બચાઈ = આવક જાવક
બવુ = શરીર
બસુધા = પૃથ્વી
બરબસ = જબરજસ્તી
બસેરા = નિવાસ
બહનોઈ = બનેવી
બરિયાઈ = કપટ
બરૈ = બળી રહી
બાવરી = પાગલ
બાપુરા = બિચારો
બાજન = વાજન
બાસા = સુગંધી
બાની = વાણી
બાદર = વાદળ
બાહના = વાહન
બિદારી = ચીરી નાંખી
બિહિસા = સ્વર્ગ
બિનસૈ = વિનાશ પામે
બિહૂના = વગર
બિહાની = વીતાવી દેવું કે પસાર કરવું
બિરંચી = બ્રહ્મા
બિગુરચૈ = મૂંઝવણ
બિલાઈ = બિલાડી
બિવરજિત = રહિત-વગર
બિયાને = પ્રસવે છે - વિયાય છે
બિરવા = વૃક્ષ
બિલિયા = બિલાડી
બિછૌલન = પાથરવું
બિકાઈ = વેચાય
બિનૈરી = લગ્ન ગીત
બિરધ = વદ્ધ
બિસારા = ભૂલી ગયા
બિરમાયા = વિડંબના-મુંઝવણ
બિનૈરા = કપાસિયા
બીગરૈ = જંગલી પ્રાણી
બ્રિચ = ઝાડ
બિન્ધ = બંધાવું
બ્રિષભ = બળદ
બિન્દ = વિર્ય
બૂઝહુ = સમજો
બુજાવનિહારા = હોલવવાળા
બાંચિ = બચે
બાંજા = વંધ્યા
બાંધલા = બાંધ્યો હતો
બંગ = બાંગ પુકારવી
બ્રાહ = વરાહ
બ્યાહ = વિવાહ
બેવહાર = વ્યવહાર
બેર્ઘ = ભેદે
બૈલ અથવા બૈલાના = બળદ
બ્યોંતે = કરે છે
બોઈયા = રોપ્યા
બૌધા = બહુધા
બેલિ = વેલ
બિસ્તારા = ફેલાવો
બૌરાના = પાગલ
બુઝનિહાર = જ્ઞાની

ભલ = ભલું-સારું
ભવન = મકાન
ભાન = સૂર્ય
ભાઠી = ભઠ્ઠી
ભખૈ = ભોગ-કરે-ખાય
ભાંવરી = પરિક્રમા-ચક્કર
ભસુર = જેઠ
ભુવંગ અથવા ભુજંગ = સાપ
ભૂપતે = રાજા
ભુતવા = ભૂત પ્રેત
ભુગતિ = ભોગ
ભીતર = અંદર
ભિસ્ત = સ્વર્ગ
ભુંભરી = માછલી
ભીંટી = ભીંત અથવા પાળ
ભાંડે = વાસણ
ભેવા = ભેદ
ભૌ = ભવ-સંસાર

મકસૂદ = પ્રયોજન-હેતુ
મસિ = સ્યહિ
મરકટ = વાંદરો
મહજિદ-મસીદ = મસ્જિદ
મતિ = બુદ્ધિ
મરમ = મર્મ કે રહસ્ય
મહતારી = માયા
મનમાનિક = મન રૂપી માણેક
મચ્છ = માછલી
મરિજૈવ = મરી જશેમાતુ = મતવાલા-દિવાના
માતી = દિવાની
માહો = વસ્ત્ર
માનુ = મન
માલિની = માલણ-માળીની પત્ની
મિસ્કુન = ગરીબ
મીન = માછલી
મીરગા = મૃગ
મીતા = મિત્ર
મુરાદી = આશાવંત
મુરીદ = મુગ્ધ-અજ્ઞાની
મુક્તા મહલ = મોતી
મુવલ = મરેલ-મૃત્યુ પામેલ
મુદત = સમય
મુરતિયા = બે તાંતણોને જોડવું
મેઢક = દેડકો
મૂસ = ઉંદર
મૂરી = જડી બુટ્ટી
મેટ = મટાડી દેવું
મુંડિત = મુંડન કરાવેલ
મંડન = મંડાણ અથવા શણગાર
મોસે = મારાથી
મૌનિ = મોન રાખનારા
મંજારિ = બિલાડી
મોહિસના = મારાથી
માંછ = માછલી
મંદિલ = મંદિર
માંડો = મંડપ
માદરિયા = મદારી
મેહરિ = પોતાની સ્ત્રી

રખવારીયા = રક્ષક-રખેવાળ
રતિ = પ્રેમ
રતિવો = રતિભર-થોડું
રુહહુ = રહો
રજબીરજ = રજવીર્ય
રહિયાના = દયાળુ
રાવલ = રાજા
રાછ = દોરડું
?? = શરીરનો ઉપરનો ભાગ
રુધિર = લોહી
રૈનિ = રાત
રંગી = અનુરાગી-પ્રેમી
રેંડ = દિવેલાનો છોડ
રુખ = થડ
રાંડ = વિધવા
રૈયતિ = પ્રજા
રોઝ = જંગલી પશુ

લગર = જાળ
લગારી = લગાવ-સંબંધ
લમઘી = ઉંઘી બુદ્ધિ વાળો
લલની = વાંસની નળી
લપટાની = ચોંટી પડી
લીપિ = લીંપણ કરી અથવા આચ્છાદિત કરી
લોકંદે = સાસરે જતિ નવપરણિત કન્યા સાથે સેવા કરવા જતિ દાસી

વટ = વાજા
વાકે = જેના
વિષહર = સાપ
વિનસિ = નષ્ટ થયું
વ્યાકરણ = વેદનું એક અંગ કે જ્યાં વેદોના અર્થ અને તેના શુદ્ધ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે.
વુજા = હાથપગ ધોવાની ક્રિયા

શુક = પોપટ
શાર્દૂલ = વાઘ
શિક્ષા = વેદો ઋચાઓના શુદ્ધ ઉચ્ચાનું શિક્ષણ જેમાં બતાવવામાં આવ્યું છે તે ગ્રંથો

સંકેરા = શીઘ્ર-તરત
સકારે = સવારે
સર = બાણ
સલામ = વંદના
સરના = શરણ
સજાયો = તૈયાર કર્યા અથવા શણગાર્યો
સહદુલ = વાઘ
સહલેરી = બેનપણી
સસિ = ચંદ્ર
સસૈ = સસલું
સભ = સર્વ
સવાદી = સ્વાદ લોલુપ
સસુર = સસરો
સગોતી = માંસ
સયાની = ચતુર
સરગ = સ્વર્ગ
સમઘી = સરખી બુદ્ધિ વાળો - સ્થિત પ્રજ્ઞ
સપચૈ = ધીરે ધીરે વધવું
સહિદાની = નિશાની
સાવત = બીજી પત્ની-શોક
સરવર = તળાવ
સ્વાન = કૂતરો
સામી = સ્વામી-ધણી
સારંગપણી = જેના હાથમાં ધનુષ્ય છે તે રામ
સાવજ = મૃગ
સામ = શરીરનો નીચેનો ભાગ
સાધૈ = સિદ્ધ કરે અથવા સંધાન કરે
સ્યાર = શિયાળ
સિધ = સિદ્ધ
સિરજિનહારા = સર્જનહાર
સિજૈ = સીજવું
સિસ્ટિ = સૃષ્ટિ
સિકલીગર = કારીગર
સિરાઈ = વીતી જાય-પસાર થઈ જાય
સીકર = ખારી જમીન
સીત = ઠંડા
સુભાગે = ભાગ્યશાળી
સુગના = પોપટ
સુહેલા = મિત્ર
સુહાસિન = સૌભાગ્યવતી
સુધાયો = મુહૂર્ત શોધ્યું
સુવા = પોપટ
સુષમનિ = સુષુહ્મણા વાડી
સુરતિ = મનોવૃત્તિ અથવા ધ્યાન
સુનહા = કૂતરો
સુધિ = ભાન અથવા બોધ
સુમ્રિતિ = સ્મૃતિ શાસ્ત્રો
સુર = દેવ
સૂર = સૂર્ય
સૂધે = સીધા
સૂઝૈ = દેખાય
સૂરા = શૂરવીર
સોધિ = શોધ કરી
સેતી = દૂધ
સેસ = શેષનાગ
સોચ = શોક અથવા દુઃખ
સોક = શોક-બીજી પત્ની
સત્ત = સતી
સુરભી = ગાય
સાંઈ = સ્વામી
સંજા = સાંજ
સાંડ = સાંઢ
સિંધ = સિંહ
સંધારા = સંહાર કર્યા
સુમિરૈ = સ્મરણ કરે
સિંધરા = શીંગોડા
સંસૈ = સંશય
સીસ = માથું
સંક્રાન્તિ = ફેરફાર અથવા એક સ્થિતિમાંથી બીજીમાં પ્રવેશ કરવો તે

હરખ = અંતઃપુર અથવા વેશ્યાનું ઘર
હટવાઈ = બજાર
હરદિ = પીઠી અથવા હલતી
હરફ = અક્ષર અથવા બોધ
હાડ = હાડકાં
હાકિમા = હાકેમ-અમલદાર
હિરન્ય = સોનું
હિરનાકસ = હિરન્યકશિપુ (પ્રહ્લાદનો પિતા)
હેરા = શોધ્યા
હવ્વા = આદમની સ્ત્રી અથવા ઈવ
હલસૈ = પ્રસન્ન બને