Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

શબ્દૈ મારા ગિર પરા, શબ્દહિં છોડા રાજ
જિન જિન શબ્દે બિબેકિયા, તિનકા સરિગૌ કાજ !

કેટલાક શબ્દો એવા હોય છે કે તેને સાંભળતા જ જીવ પોતાનો આદર્શ છોડીને પતન પામે છે. ને કેટલાંક શબ્દો એવા હોય છે કે તેને સાંભળતા જ જીવ રાજ પાટ પણ છોડીને મહાન આદર્શ સિદ્ધિ માટે ખપી જાય છે. જે આવા બંને પ્રકારના શબ્દો સાંભળીને વિવેકપૂર્વક વિચાર કરીને નિર્ણય કરે છે તેનું જીવન સફળ થાય છે.