Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પાંચ તત્ત કે ભીતરે, ગુપ્ત વસ્તુ અસ્થાન
બિરલ મરમ કોઈ પાઇ હૈ, ગુરુ કે શબ્દ પ્રમાન

૧=પાંચ તત્વ (જલ, પૃથ્વી, અગ્નિ, વાયુ ને આકાશ.)

પાંચ તત્વના બનેલા શરીરમાં હૃદય નામનું એક ગુપ્ત સ્થાન છે. તેમાં ચૈતન્યનો વાસ છે. પરંતુ ગુરુના શબ્દને પ્રમાણભૂત માનવાવાળા યોગ્ય જીવને જ તેનો ખ્યાલ આવે છે, બધાંને આવતો નથી.