કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તીનિ લોક ૧ટીડી ભયે, ઉડે જો મન કે સાથ
૨હરિ જાને બિનુ ભટકતે, પરે કાલ કે હાથ
૧=પતંગિયું ૨=આત્મતત્વ અથવા પરમાત્માને
ત્રણે લોકના જીવો પતંગિયા જેવા થઈ ગયા છે. કારણ કે તેઓ મન રૂપી પવનની સાથે ઉડી રહ્યા છે. આત્મતત્વને જાણ્યા વિના તેઓ કાળનો કોળિયો બની જાય છે.
Add comment