કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કબીરા ખાંઈ ખોટકી, પાની પિબૈ ન કોય,
જાય મિલે જબ ગંગસે, સબ ગંગોદક હોય.
કોટની ફરતેની ખાઈનું પાણી કોઈ પીવે નહિ. પરંતુ એ જ ખાઈનું પાણી ગંગામાં જઈને ભળી જાય તો લોકો તેને ગંગોદક કહી કહીને પીવે છે.
નોંધ : કબીર સાહેબ આધ્યાત્મિક માર્ગે આગળ જવા માગતા સાધકને માર્ગદર્શન આપી રહ્યા છે. સજ્જન પુરુષના સંગથી તેની પ્રગતિ શક્ય બને છે. દુર્જનના સંગથી તેના માર્ગમાં અવરોધ પેદા થાય છે. માટે સંગત પણ સારાની જ કરવી એવો ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ. પણ સારા માણસ કોને સમજવા એ આધુનિક યુગની સમસ્યા છે. કબીર સાહેબ તે અંગે પણ માર્ગદર્શન આપતા કહે છે.
Add comment