Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તત્વ તિલક માથે દિયા, સુરતિ સરવનિ કાન
કરની કંઠી કંઠમેં, પરસા પદ નિર્વાન

જે સંતે નિર્વાણના પરમપદને પ્રાપ્ત કર્યું છે તેના કપાળે તત્વનું તિલક હોય છે અને કાનમાં ધ્યાનમાં કુંડળ હોય છે. એટલું જ નહીં પણ કંઠમાં તો સત્કર્મની કંઠી શોભતી હોય છે.