કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પઢના લિખના ચાતુરી, યે તો બાત સહેલ
કામદહન, મનવશ કરન, ગગન ચઢન મુશ્કેલ
વાંચવું ને લખવું અથવા તો ભણવું ને ભાષણ કરવું તે તો સહેલું ગણાય પણ કામનાને બાળવી, મનને વશ કરવું, ઉર્ધ્વ માર્ગે સીધું ચઢાણ ચઢવું એ તો અતિ જ મુશ્કેલ ગણાય છે.
નોંધ : કુંડલિની શક્તિ મૂલાધાર ચક્રમાં સાડા ત્રણ ગૂંછડા વાળીને નીચે મુખ કરીને સૂતેલી હોય છે. તેને જાગૃત કર્યા પછી તે ઉર્ધ્વમુખી બને છે. ધીમે ધીમે તે સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ ને આજ્ઞાચક્રને ભેદતી ઉર્ધ્વગામી બને છે. તે ક્રિયા અતિ મુશ્કેલ ગણાય છે. ગુરુ ને પરમેશ્વરની કૃપા વિના તેમાં સફળતા મળતી નથી. તે સીધા ચઢાણ ચઢવા જેવું દુષ્કર કાર્ય છે. ગગન એટલે માથાને ભાગે જ્યાં સહસ્ત્રારચક્ર છે. ત્યાં શિવનો વાસ છે. શરીરમાં રહેલી શક્તિ ત્યાં પહોંચવા શિવ મિલનની ઝંખના કરે છે.
Add comment