કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મન મથુરા, દિલ દ્વારિકા, કાયા કાસી જાન
દસ દ્વારેકા દેહરા તામેં જ્યોતિ પિછાન
હે જીવ તું હરિને બહાર શોધ નહિ. તારા શરીરમાં જ મનને મથુરા, દિલ દ્વારિકા ને તારી કાયાને કાશી જાણ. આ દસ દરવાજાવાળા દેહમંદિરમાં જ એ પરમ જ્યોતિને ઓળખી લઇ તું એનાં દર્શન કરી લે.
Add comment