કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
હિરદે માહીં આરસી, મુખ દેખા નહિ જાય
મુખ તો તબહી દેખઈ, દુબિધા દેહ બહાય
હૃદયમાં જ દર્પણ છે તો યે મુખ દેખી શકાતું નથી. શરીર ભાવ મટશે ત્યારે જ મુખ દેખાશે.
નોંધ : મુખ એટલે પોતાનું સ્વરૂપ. સ્વરૂપનું દર્શન એટલે આત્મદર્શન. દુબિધા એટલે દ્વિધા. શરીર ભાવ હોય ત્યાં સુધી મન દ્વિધામાં રહે છે ને દુઃખી થાય છે. શરીરને જ ત્યાં સુધી પોતાનું સ્વરૂપ ગણે છે. શરીરભાવ ટળે ને આત્મભાવ પ્રગટે ત્યારે દ્વિધા ટળે ને સ્વરૂપનો પરિચય થાય.
Add comment