કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સત્ત નામ કડુઆ લગે, મીઠા લાગૈ દામ
દુબિધામેં દોઊ ગયે, માયા મિલી ન રામ
પ્રભુનું નામ જીવને કડવું લાગે છે ને દામ એટલે ધનની વાત મીઠી લાગે છે દ્વિધામાં ને દ્વિધામાં જીવ બંનેને ગુમાવે છે. ન તો સ્વરૂપનું દર્શન કરી શક્યો કે ન તો ધનસંપત્તિ પ્રાપ્ત કરી શક્યો.
નોંધ : પ્રભુનું નામ જીવને મુક્ત કરનારું ગણાય છે જ્યારે સંપત્તિ અથવા માયાની મોહિની બંધનમાં જકડાવે છે જીવને દ્વિધા પ્રાથમિક અવસ્થામાં જ પેદા થાય છે. શું પ્રાપ્ત કરવું તે તેને સમજાતું નથી. જો તે અનુભવી પુરૂષની મદદ તે અવસ્થામાં લે તો દ્વિધા તેની ટળે ને ઉત્ક્રાંતિ તરફ આગળ વધી શકે. પણ જો દ્વિધામાં કોઈની પણ મદદ ન લે તો તેનો કિંમતી સમય વ્યર્થ વ્યતીત થાય છે. તે એક પણ વસ્તુ પ્રાપ્ત કરી શકતો નથી. સંસારનું સુખ પણ સારી રીતે માણી શકતો નથી. માટે સૌ પ્રથમ દ્વિધામાંથી મુક્ત થવા અનુભવી પુરૂષની સહાય લેવી ખૂબ જરૂરી છે.
Add comment