Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કરની બિન કથની કથૈ, અજ્ઞાની દિન રાત
કૂકર જ્યોં ભૂકત ફિરૈ, સુની સુનાઈ બાત

અજ્ઞાની હોય તે જ જેવું કરે તેવું બોલે નહીં ને જેવું બોલે તેવું કરે નહીં. તે તો બીજાની સાંભળેલી વાતને મહત્વ આપે છે ને કૂતરાની જેમ બધે લવારો કર્યા કરે છે.