Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબિરા જોગી જગત ગુરૂ, તજૈ જગતકી આસ
જો જગકી આશા કરૈ, જગત ગુરૂ, વહ દાસ !

કબીર કહે છે કે જે આ જગતની આશા છોડી દે છે તે જ સાચો યોગી અથવા તો ત્યાગી પુરૂષ કહેવાય. તે જ જગતનો ગુરૂ થઈ શકે. પરંતુ જેણે જગતની આશામાં પોતાની પ્રવૃત્તિ શરૂ કરી છે તેને માટે તો જગત તેનો ગુરૂ ગણાય ને તે જગતનો ગુલામ ગણાય.