કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
લંબા મારગ, દૂર ઘર, બિકટ પંથ, બહુ ભાર
કહ કબીર કસ પાઈએ, દુર્લુભ ગુરૂ દિદાર
કબીર કહે છે કે પ્રભુનો પંથ તો લાંબો છે, વિકટ પણ છે, માથે બોજો પણ ભારી છે એવી દશામાં ગુરૂનાં દર્શન ખરેખર દુર્લભ છે.
નોંધ : વજન ઊંચકીને ચાલનારને ઘર ક્યારે આવશે તેની ચિંતા થતી હોય છે. ક્યાં તો કોઈ તેનો ભાર હળવો કરે એવો મળી જાય તેની ઝંખના પણ મન કરતું હોય છે. આધ્યાત્મિક પંથે ગુરૂની સહાય અગત્યની ગણાય છે. સદ્ભાગીને જ કોઈ યોગ્ય ગુરૂનો ભેટો થઈ જાય છે એ કહીકત સમજીને જ સાધકે આધ્યાત્મિક પંથે પ્રમાણ કરવું.
Add comment