Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કરુ બહિયાં બલ આપની, છાંડ બિરાની આસ,
જાકે આંગન નદી બહૈ, સો કર મરે પિઆસ ?

પારકી આશા છોડીને પોતાનાં જ બાવડાંની શક્તિથી કામ કરો. જેના જીવનરૂપી આંગણામાં આત્મશક્તિની નદી વહ્યા કરતી હોય તે કેવી રીતે તરસ્યો મરે ?

નોંધ :  કબીર સાહેબે શરીરમાં રહેલા આત્માને ઓળખવા માટે સાધકને ખાસ પ્રોત્સાહન આપ્યુ છે. કષ્ટપ્રદ માર્ગથી ડરવું નહીં પણ પરમાત્માએ આ શરીરમાં જે સાધનો આપ્યા છે તનો સહારો લેવો જોઈએ. ઈન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્મા એ પાંચ સાધનોનો સમુચિત ઉપયોગ કરતાં શીખવું જોઈએ. ગીતાના ત્રીજા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં આ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઉપનિષદમાં કહ્યું છે કે आत्म वै गुरु: |  આત્મા એ જ ગુરુ છે. સાધક પ્રભુને માર્ગે આગળ વધે તે માટે આ સાખીમાં સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,485
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,714
pdf-2અનંત સૂર | Anant Soor 9,471
pdf-3Amar Varso | અમર વારસો 7,574
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,372