Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જિન ઢૂંઢા તિન પાઇયાં, ગહરે પાનિ પૈઠી
મૈં  બપુરા બૂડત ડરા, રહા કિનારે બૈઠી

જેણે ઊંડા પાણીમાં પ્રવેશીને શોધ ચલાવી છે તેણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે. પરંતુ મને તો ડૂબી જવાની બ્હીક લાગી હતી એટલે બિચારો હું કિનારે જ બેસી રહ્યો !