Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાંચૈ સૌદા કીજિયે, અપને મનમેં જાનિ
સાંચે હીરા પાઈયે, ઝૂઠે મૂરૌ હાનિ

પોતાના મનથી સમજી લઈને સત્યનો જ સોદો કરવો. સત્યના વેપારથી જ અમૂલ્ય હીરાની પ્રાપ્તિ થશે. બાકી જૂઠના આશ્રયથી તો ભારોભાર નુકસાની જ છે.