કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પહિલે બુરા કમાઈ કે બાંધી વિષકૈ મોટ
કોટિ કર્મ મિટ પલક મેં આવૈ હરિકી ઓટ
પહેલાં દુષ્ટ કર્મોની કમાણી કરીને ઝેરનાં પોટલા બાંધ્યાં છે. તો પણ જો હરિની ઓથ લેવામાં આવે તો કરોડો કર્મ એક ક્ષણમાં મટી જાય છે.
Add comment