Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પિંજર પ્રેમ પ્રકાસિયા, અંતર ભયા ઉજાસ
સુખ સે સૂતી મહલમેં, બાની ફુટી બાસ

આ દેહરૂપી પિંજરમાં ભક્તિભાવ રૂપી પ્રેમની જ્યોતિ પ્રગટી એટલે અંતરમાં અજવાળું થઈ ગયું. ચિત્ત રૂપી સખી આત્મ રૂપી મહેલમાં લીન બની ગઈ એટલે દિવ્ય વાણીનું ગુંજન થયું.