કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સુન્ન મંડલમેં ઘર કિયા, બાજે શબ્દ રસાલ
રોમ રોમ દીપક ભયા, પ્રગટે દિન દયાલ
શૂન્ય મંડળ કે જ્યાં માત્ર જ્યોતિનું જ અજવાળું હતું ત્યાં મારા મનડાએ વાસો કર્યો ત્યાં રસભર શબ્દનું કાયમ સંગીત રેલાયા જ કરે છે. ત્યા દીનદયાળુ પરમાત્મા પ્રકટ થયા છે તેથી જ રોમે રોમે દીવડા ઝગમગી ઉઠ્યા છે.
Add comment