Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આતમ અનુભવ જ્ઞાનકી, જો કોઈ પૂછૈ બાત
સો ગૂંગા ગુડ ખાઇ કે કહૈ કૌન મુખ સ્વાદ ?

આત્માનાં અનુભવની જો કોઈ વાત પૂછે તો એને કહી દઉં છું કે એ તો મૂંગા માણસે ગોળ ખાધા જેવી વાત છે. ગોળના મધુર સ્વાદનું વર્ણન ગૂંગો કેવી રીતે કરી શકે ?