Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાહેબ સોં સબ હોત હૈ, બંદે તે કછુ નાહિ
રાઇ તે પરબત કરે, પરબત રાઇ માંહિ !

આ જગતમાં જે કાંઈ થઈ રહ્યું છે તે સાહેબની શક્તિથી જ. સેવકમાં તો કાંઈ જ શક્તિ નથી. સાહેબ જ ધારે ત્યારે રાઇને પર્વતમાં પલટી શકે ને પર્વતને રાઇ બનાવી શકે.