Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દેહી માહિં વિદેહ હૈ, સાહેબ સુરતિ સરૂપ
અનંત લોકમેં રમિ રહા, જાકે રંગ ન રૂપ

આ દેહમાં દેહવગરનો આત્મારૂપી સાહેબ રહેલો છે ને તે સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે. બ્રહ્માંડમાં સર્વત્ર તે જ રમી રહ્યો છે. છતાં પણ તેને નથી રંગ કે નથી કોઈ રૂપ.