Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

હમ તો જોગી મનહિ કે, તન કે હૈ તે ઔર
મન કા જોગ લગાવતે, દસા ભઈ કુછ ઔર

આપણે તો મનના જ યોગી છીએ, શરીરના હોય તે બીજા આ મનનો યોગ સાધતાં સાધતાં તો કંઈ ઓર જ સ્થિતિ થઈ જાય.

નોંધ :  મનનો યોગ એટલે મનને આત્મામાં લીન કરવું. રાજયોગનો આ જ આદર્શ હોય છે. માત્ર હઠયોગ પર્યાપ્ત ન ગણાય. તે તો અંગ કસરતમાં પણ ખપી જાય. પ્રાણાયામ કરી ઘણી વ્યક્તિ પોતાના પ્રયોગો બતાવે છે ને હેરત પણ પમાડે છે. તેવા યોગીનું મન કેળવાયલું ન હોવાને કારણે તે સંપત્તિ ભેગી કરી ભોગમાં જ સમય વ્યતીત કરે છે. તેવા યોગને અહીં શરીરનો યોગ કહ્યો છે. કબીર સાહેબ શરીરના યોગને બદલે મનના યોગ પર વધારે ભાર મૂકે છે ને મનની કેળવણી માટે જ મહેનત કરવી જોઇએ એવું માર્મિક રીતે સૂચવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં પણ આવું જ માર્ગદર્શન આપવામાં આવ્યું છે :

ધીરે ધીરે બુદ્ધિને કરે પછી ઉપરામ,
વિચાર ન કરે, મન કરી સ્થિરને આત્મારામ.
મન આ ચંચલ થાય છે અનેક વિષયોમાંહ્ય,
વાળી પાછું જોડવું તેને આત્મા માંહ્ય.
કરતાં એય થઈ જશે મન આત્મામાં શાંત
સુખ ઉત્તમ ત્યારે થશે દોષ થશે સૌ શાંત
રોજ કરે છે યોગ આ તે તો નિર્મલ થાય
બ્રહ્મપ્રાપ્તિ સુખ પૂર્ણ તે પામી તેમાં ન્હાય     (સરળ ગીતા અધ્યાય-૬, ૨૫-૨૮)

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,872
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,505
pdf-2અનંત સૂર | Anant Soor 9,109
pdf-3Amar Varso | અમર વારસો 7,385
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,791